GSTV
Home » News » સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીએ શિક્ષિકા પાસે કરી આવી માંગણી, પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી

સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીએ શિક્ષિકા પાસે કરી આવી માંગણી, પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી કાલિન્દી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીએ શાળાની એક શિક્ષિકા પાસે અઘટિત માંગણી કરી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાલિન્દી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી મયુર મુંગરાએ થોડા દિવસ પહેલા શાળામાં જ ફરજ બજાવતી એક શિક્ષિકા પાસે અઘટિત માંગણી કરી હતી.

ત્યારબાદ મહિલા શિક્ષિકાએ શાળામાંથી રાજીનામું આપી દીધુ હતું. જોકે ત્યારબાદ મેનેજીંગ ટ્રસ્ટીએ મહિલા શિક્ષિકાને અને તેના પતિને સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યારે તેઓ ખંભાળીયાના નાકા પાસે ગયા ત્યારે મયુર મુંગરાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલા શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે  આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!