પ્રેમમાં દગો મળતાં સ્કૂલની પ્રિન્સીપાલ એવું કરી બેઠી કે આરોપી બની ગઈ

અમદાવાદ સાયબર ક્રાઇમે ફેસબુકમાં ફેક આઈડી બનાવી સ્કૂલના પ્રોપરાઇટરના અન્ય મહિલા સાથેના ફોટા વાયરલ કરવાના કેસમાં સ્કૂલની મહિલા આચાર્યની ધરપકડ કરી છે. મહિલાએ પ્રેમ સંબંધમાં બદલો લેવા ફોટો વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો આવો જોઈએ.

દીકરાને ટ્યૂશન અાપતાં પિતાને પ્રેમ કરી બેઠી

આમ તો દીપિકા પ્રિન્સિપાલ છે પરંતુ પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ કે તે આરોપી બની ગઇ. દીપિકા પર આરોપ છે કે તેને પોતાના સ્કૂલના માલિક સંકેત ઠક્કરના અન્ય સ્ત્રી સાથેના અંગત ફોટા કોમ્યુટરમાંથી લઈને વાયરલ કરી નાખ્યા છે. ઘટના પર નજર કરીએ તે ફરિયાદીના બાળકને દીપિકા ટ્યુશન ભણવા આવતી હતી. ત્યારબાદ ફરિયાદી સંકેતે કલોલમાં પોતાની સ્કૂલ ખોલી જેમાં દીપિકાને આચાર્ય તરીકે નોકરીએ રાખી હતી. ફરિયાદી અને આરોપીના પ્રેમ સંબંધ હતા. જેથી તેને પોતાના પતિને પણ છૂટાછેડા આપી દીધા હતા.

પ્રેમીને પત્ની હોવા છતાં 2 મહિલા સાથે હતા સંબંધો

ગળાડૂબ પ્રેમમાં દીપિકાને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેને પોતાના પ્રેમીના બીભત્સ ફોટા અન્ય સ્ત્રી સાથે જોયા. જેથી તેને બદલો લેવાનો વિચાર કર્યો અને કોમ્યુટરમાંથી ફોટા પાડીને સંકેત અને તેની પત્ની તેમજ ફોટોમાં રહેલી પ્રેમિકાને મોકલી દીધા. સાથોસાથ ફેસબુકમાં ખોટી આઈડી બનાવીને પણ વાયરલ કરી દીધા. જે બાદ હવે દિપીકા પોલીસ ગિરફ્તમાં આવી ગઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter