GSTV

ગુજકોટનું નવું કૌભાંડ? GSTVએ પૂછ્યાં સવાલો તો જુઓ કેવા મળ્યાં ઉડાઉ જવાબો

Last Updated on November 20, 2018 by

મગફળીની ખરીદીમાં ગુજકોટનું નવું કૌભાંડ સામે આવ્યું છે. વેપારીઓને મગફળીની તોલમાપ કરવાની મજૂરીમાં ગુજકોટે ભષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે. ખુદ વેપારીઓ ગુજકોટ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. GSTV પાસે ઓડિયો ક્લિપ હાથ લાગી છે. જેમાં ગુજકોટના અધિકારી અને તોલમાપના વેપારીની વાતચીત છે. જે ગયા વર્ષની હોવાનો દાવો કરવામાં આવે છે. ગુજકોટે જે 144 મંડળીઓને કામ આપેલુ છે તેમાંથી એક મંડળી સાથે સંકળાયેલા હાર્દિક સચદેવે આ આક્ષેપ કર્યો છે. તેમની પાસેથી જીએસટીવીને હાથ ઓડિયો ક્લિપ લાગી છે. જો કે જીએસટીવી આ ઓડિયો ક્લિપની સચ્ચાઈની પુષ્ટી નથી પરંતુ વેપારીના આક્ષેપને વાચા આપી રહ્યું છે. 

જેમાં ગુજકોટના કર્મચારીઓનું બોરીદીઠ ત્રણ રૂપીયા કમીશન હોવાનો ખુલાસો થયો છે. ઉચ્ચ કમિશન નક્કી કર્યાં બાદ મગફળીનું તોલમાપ કરનારા વેપારીઓને ગુજકોટે હજુ ગયા વર્ષની મગફળીના નાણા ચુકવ્યાં નથી. પોતાની મહેનતના નાણા લેવા વેપારીઓ ધક્કા ખાઈ રહ્યાં છે. પરંતુ ગુજકોટ નફ્ફટ થઈને પૈસાને બદલે વેપારીઓને મગફળી લેવા દબાણ કરી રહી છે. ગુજકોટ પોતાની પાસે વેપારીઓને આપવાના પૈસા ન હોવાનુ રટણ કરી રહી છે અને ઉંચા ભાવે મગફળી લઈ જવા વેપારીઓ પર દબાણ વધારી રહી છે.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Big Breaking / અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પાસે ફાયરિંગ, લગાવવામાં આવ્યું લોકડાઉન: હુમલાખોર હજુંય સક્રિય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!