GSTV

FD પર SBIએ વ્યાજદરોમાં કરી નાખ્યો આટલો બધો ઘટાડો, આ તારીખથી કરવામાં આવશે અમલ

SBI

Last Updated on January 15, 2020 by Arohi

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર ઘટાડી દીધો છે. બેન્કે અમુક અમુક અંતરે કરેલી જમા રકમ પર વ્યાજ દરમાં 0.15 ટકાની કમી કરી છે. નવા દર 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગયા છે.

ભારતીય સ્ટેટ બેન્કની વેબસાઈટ અનુસાર બેન્કે એક વર્ષથી 10 વર્ષના સમયગાળા પર જમા રકમ પર વ્યાજ દર 6.25 ટકાથી ઓછી કરી 6.10 ટકા કરી છે. સાત દિવસથી લઈને 45 દિવસ અને 46 દિવસથી 179 દિવસની સમય મર્યાદાની જમા રાશિ પર બેન્ક ક્રમશઃ 4.50 ટકા અને 5.50 ટકા વ્યાજ આપશે. ત્યાં જ 180 દિવસથી એક વર્ષથી ઓછી અવધિ પર મિયાદી જમા પર વ્યાજ 5.80 ટકા રહેશે.

બેન્ક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકાથી વધુ વ્યાજ આપે છે. આ હિસાબથી તેમના માટે એક વર્ષથી 10 વર્ષની સમય મર્યાદા જમા રાશિ પર વ્યાજ 6.60 ટકા હશે. બેન્કે 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD પર 6.10 ટકા વ્યાજ મળશે. જ્યારે 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD પર 6.10 વ્યાજ મળશે. 3થી5 વર્ષ સુધીની એફડી પર 6.10 ટકા વ્યાજ મળશે. 5થી 10 વર્ષ સુધી એફડી પર હવે 6.10 ટકા વ્યાજ મળશે.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!