હેરાફેરી અને હેરાફેરી ટુને આજે પણ દર્શકો ભૂલી શક્યા નથી. પરેશ રાવળનું બાબુજીનો રોલ, અક્ષય અને સુનિલ શેટ્ટીની ત્રિપુટીએ દર્શકોને ખડખડાટ હસાવામાં કોઇ કમી બાકી રાખી નહોતી. હવે હેરાફેરી ૩ માં પણ આ જ ત્રિપુટી રિપીટ થઈ રહી હોવાનું પ્રોડયૂસર દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે.

પ્રોડયૂસર ફિરોઝ નડિયાદવાળાએ હાલમાં એક પુષ્ટિ કરી હતી કે, તેણે હેરાફેરી ૩ પર કામ શરૂ કરી દીધું છે. તેણે આ દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે, ફિલ્મના ત્રીજા પાર્ટમાં પણ મૂળ કલાકાર જ હશે.
તેમણે જણાવ્યું હતું કે બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને ફિલ્મની કથામાં ઘણા ફેરફારો તથા નવા રેફરન્સ ઉમેરવામાં આવશે. પરંતુ એ પાત્રોની માસૂમિયતને અમે સ્પર્શ કરવાના નથી. હેરાફેરીના પાછલા બંને ભાગ સફળ નિવડયા હતા પરંતુ તેથી અમે નિરાંતેં બેસવાના નથી. ત્રીજા ભાગમાં કન્ટેન્ટ, વાર્તા, સ્ક્રીન પ્લે, કેરેકટર્સ વગેરે બાબતે વધુ ધ્યાન આપવું પડશે.

ઉલ્લેખનીય છે કે, હેરા ફેરી ૨૦૦૦માં રીલિઝ થઇ હતી આ પછી ફિર હેરા ફેરી ૨૦૦૬માં રીલિઝ થઇ હતી. બન્ને ફિલ્મો બોક્સઓફિસ પર સફળ રહી હતી. પહેલા ભાગનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતુ, જ્યારે ફિર હેરાફેરીનું લેખન અને દિગ્દર્શન સ્વ. નીરજ વોરાનું હતું. હવે એવી અફવા છે કે, ડ્રીમ ગર્લના દિગ્દર્શક રાજ શાંડિલ્ય હેરા ફેરી ૩નું દિગ્દર્શન કરવાના છે.
READ ALSO:
- Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ
- ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો