ક્રિકેટ રમનારા ખેલાડીઓ પાસે અઢળક રૂપિયા હોય તેમાં કોઇ નવી વાત નથી. આ ખેલાડીઓ અવારનવાર કરોડો રૂપિયા કમાય છે. જો સૌથી અમીર ક્રિકેટરની વાત આવે તો સામાન્ય રીતે સૌકોઇને મગજમાં વિરાટ કોહલી અથવા એમએસ ધોનીનું નામ આવે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે આવુ બિલકુલ નથી. જી હા એવા ઘણા ક્રિકેટર્સ છે જેની સેલરી વિરાટ કોહલી કરતા વધુ છે.
જૉ રૂટ

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ એક વર્ષમાં GBP 7,00,000 કમાય છે જે લગભગ 7.22 કરોડ છે. ECB તેમને આ સેલરી આપે છે. જ્યારે વિરાટ કોહલીની સેલરી 7 કરોડ છે. તમને જણાવી દઈએ કે રૂટ વિશ્વનો સૌથી મોંઘો ટેસ્ટ કેપ્ટન છે.
જોફ્રા આર્ચર

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર એક વર્ષમાં લગભગ 1 મિલિયન GBP કમાય છે, જે લગભગ 9.39 કરોડ છે. આર્ચરની સેલરી રુટ કરતા વધારે છે કારણ કે તે ત્રણેય ફોર્મેટ રમે છે જ્યારે રુટ T20 માં ભાગ લેતો નથી.
બેન સ્ટોક્સ

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને સમગ્ર વર્ષ માટે ECB દ્વારા GBP 9,10,519 (રૂ. 8.75 કરોડ) સેલરી ચૂકવવામાં આવે છે.
સ્ટીવ સ્મિથ

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ કેપ્ટન સ્ટીવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી 4 મિલિયન ડોલર સેલરી મળે છે. તમને જણાવી દઇએ કે સ્મિથ ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમે છે.
જોસ બટલર

ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને ECB દ્વારા વાર્ષિક 9 કરોડ સેલરી ચૂકવવામાં આવે છે કારણ કે તે ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે.
Read Also
- IPL 2022 / ગુજરાત ટાઈટન્સનો શાનદાર વિજય, ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી
- PFIની રેલીમાં બાળકે લગાવ્યા ભડકાઉ નારા, વિડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની માંગ
- નેશનલ હાઈવે ઉપર મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયની યોજના, જાણો શું સુવિધાઓ મળશે
- છેલ્લા 50 વર્ષથી આ જંકશન પર એક પણ ટ્રેન થોભતી નથી, સૌ ડરે છે સફેદ સાડીમાં દેખાતી મહિલાથી
- અમેરિકા સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે કરી રહ્યુ છે મધ્યસ્થી