GSTV
Business Trending

નીતિનભાઈ ગુજરાતનું 5 ગણું બજેટ જાહેર કરે એટલા રૂપિયા અહીં 6 દિવસમાં ધોવાઈ ગયા

વૈશ્વિક બજારમાં કોરોના વાયરસના કારણે જે વેચવાલી આવી રહી છે તે સતત પાંચ દિવસથી જોવા મળી રહી છે. આ વેચવાલીમાં સેન્સેક્સ ૧૫૭૭ પોઈન્ટ અને નિફ્ટી ૫૨૮ પોઈન્ટ ઘટ્યો છે. આ ઉપરાંત, નાની અને મધ્યમ કદની કંપનીઓનું પણ ધોવાણ થયું છે અને તેના કારણે રોકાણકારોની કુલ સંપત્તિમાં રૂ ૬,૩૧,૦૪૧ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.

એક કલાકના ટ્રેડીંગ પછી

 • #NSE ઉપર ૨૧૨૧ શેરોમાં ટ્રેડીંગ, ૧૫૧૬ના ભાવ ઘટેલા
 • #BSE ઉપર ૧૯૪૮માં ટ્રેડીંગ, ૧૬૭૧ના ભાવ ઘટેલા
 • #NSE ઉપર ૭ કંપનીઓના શેર એક વર્ષની નવી ઉંચી સપાટીએ, ૨૮૫ના ભાવ એક વર્ષની નવી નીચી સપાટીએ
 • #BSE ઉપર ૨૦ કંપનીઓના શેર એક વર્ષની નવી ઉંચી સપાટીએ, ૨૯૮ના ભાવ એક વર્ષની નવી નીચી સપાટીએ
 • #NSE ઉપર ૨૭ કંપનીઓમાં તેજીની સર્કીટ, ૧૭૪ શેરોમાં મંદીની સર્કીટ
 • #BSE ઉપર ૪૮ કંપનીઓમાં તેજીની સર્કીટ, ૧૬૬ શેરોમાં મંદીની સર્કીટ
 1. એક કલાકના ટ્રેડીંગ પછી પણ સેન્સેક્સની બધીજ – ૩૦ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
 2. એક કલાકના ટ્રેડીંગ પછી પણ નિફ્ટી બધીજ – ૫૦ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
 3. ઈતિહાસના સૌથી મોટા એક દિવસના કડાકા પછી, છ દિવસમાં ૧૦ ટકા ઘટ્યા પછી પણ અમેરીક્સ્ન શેરબજારના ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શુકવારે ઘટાડો

પ્રથમ એક કલાકમાં રોકાણકારોના રૂ.૫ લાખ કરોડ ધોવાયા, સવારથી સતત ધોવાણ ચાલુ, પ્રથમ ૧૫ મિનીટમાં માર્કેટમાં રૂ.૩,૯૩,૪૭૧ કરોડનું ધોવાણ થયું હતું.

 • Friday, 28 February: સવારે ૧૦ કલાકે નિફ્ટી ૩૪૯ પોઈન્ટ ઘટી ૧૧,૨૮૩ અને સેન્સેક્સ ૧૧૩૮ પોઈન્ટ ઘટી ૩૮૬૧૮ની સપાટીએ
 • Friday, 28 February: સવારે ૧૦ કલાકે  એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૨૫ વધી રૂ.૪૨,૫૧૦ પ્રતિ ૧૦ ગ્રામ
 • Friday, 28 February: સવારે ૧૦ કલાકે અમદાવાદ ખાતે સોનું રૂ.૪૩,૮૦૧ પ્રતિ ૧૦ ગ્રામ

કોમેકસ સોનું એપ્રિલ વાયદો ૧૬૩૭.૧૦ ડોલર પ્રતિ ઔંસ

ઈતિહાસમાં સૌથી ઝડપથી શેરબજારમાં ઘટાડો

માત્ર છ દિવસમાં અમેરિકાની ટોચની ૫૦૦ કંપનીઓનો ઇન્ડેક્સ S&P૫૦૦ ૧૦ ટકા ઘટી ગયો છે અને તેમાં આટલો ઝડપથી ઘટાડો, આટલા ટૂંકા સમયમાં ક્યારેય જોવા મળ્યો નથી. ફેબ્રુઆરી ૧૯ની ઉંચાઈએથી આ ઇન્ડેક્સ ૧૨ ટકા ઘટી ગયો છે. આ ઇન્ડેક્સમાં આટલો મોટો ઘટાડો વર્ષ ૨૦૦૮ પછી ક્યારેય જોવા મળ્યો નથી.

 • મિડકેપમાં ફ્યુચર કન્ઝ્યુમર ૧૨.૬૬ ટકા, જીએમઆર ઇન્ફ્રા ૯.૪૧ ટકા, એમઆરપીએલ ૭.૪૩, ઘટી ગયા છે
 • સેન્સેક્સ એક સપ્તાહમાં ૬.૧૫ ટકા અને BSE500 એક સપ્તાહમાં ૬.૭૫ ટકા ઘટી ગયા છે
 • સતત છઠ્ઠા દિવસે શેરબજારમાં ઘટાડો, નિફ્ટીએ છ દિવસમાં ૬.૫૯ ટકાનો ઘટાડો નોંધાવ્યો
 • ટેકનીકલ ચાર્ટ ઉપર નિફ્ટી ૨૦, ૫૦ અને ૨૦૦ દિવસની મુવિંગ એવરેજથી નીચે

ક્યા શેર ઘટી રહ્યા છે

ટાટા મોટર્સ ૭.૮૭ ટકા, ટાટા સ્ટીલ ૫.૭૭ ટકા, હિન્દાલ્કો ૫.૫૫ ટકા, ઈન્ફોસીસ ૪.૧૮ ટકા, યસ બેંક ૪.૦૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૩.૦૯ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૦૫ ટકા, રિલાયન્સ ૩.૩૮ ટકા, એચડીએફસી ૨.૩૪ ટકા અને એચડીએફસી બેંક ૨.૦૪ ટકા ઘટી ગયા છે

ક્યાં ક્ષેત્રના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે?

નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૩.૩૪ ટકા, નિફ્ટી મેટલ્સ ૪.૫૩ ટકા, નિફ્ટી બેંક ૨.૪૯ ટકા, નિફ્ટી પીએસયુ બેંક ૩.૪૯ ટકા, નિફ્ટી રીઅલ એસ્ટેટ ૩.૮૪ ટકા ઘટી ગયા છે

મિડકેપ અને સ્મોલકેપમાં વધારે મોટો ઘટાડો

 • નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ ૩.૪૭ ટકા અને મિડકેપ ઇન્ડેક્સ ૩.૧૪ ટકા ઘટી ગયા છે
 • First Trade: BSE ઉપર ૧૪૯૦ કંપનીઓમાં ટ્રેડીંગ થયું, ૧૨૮૫ના ભાવમાં ઘટાડો
 • First Trade: NSE ઉપર ૨૦૮૩ કંપનીઓમાં ટ્રેડીંગ થયું, ૧૪૧૦ના ભાવમાં ઘટાડો
 • First Trade: પ્રથમ ૧૫ મિનીટમાં માર્કેટમાં રૂ.૩,૯૩,૪૭૧ કરોડનું ધોવાણ
 • First Trade: સેન્સેક્સ ૧૦૩૩ પોઈન્ટ કે ૨.૬૮ ટકા ઘટીને ખુલ્યો
 • First Trade: નિફ્ટી ૨૯૦  પોઈન્ટ કે ૨.૯૫ ટકા ઘટીને ખુલ્યો
 • ભારતીય બજારમાં પ્રિ ઓપન સત્રમાં સેન્સેક્સ ૬૫૮.૧૯ પોઈન્ટ ડાઉન
 • ભારતીય બજારમાં પ્રિ ઓપન સત્રમાં નિફ્ટી ૨૫૧.૩૦ પોઈન્ટ ડાઉન
 • ડોલર સામે રૂપિયો ૨૭ પૈસા ઘટી ૭૧.૮૩ની સપાટીએ, વાયદામાં ૭૨ની સપાટી તોડી
 • શુકવારે: જાપાનમાં નીક્કાઈ ૭૬૩ પોઈન્ટ કે ૩.૪૮ ઘટ્યો છે
 • શુક્રવારે હેંગસેંગ: હેંગસેંગ ૭૧૧ કે ૨.૬૬ ટકા ઘટેલો છે
 • ગુરુવારે અમેરિકન શેરબજારમાં કડાકો: ડો જોન્સ ૧૧૯૦ પોઈન્ટ ઘટ્યો, અમેરીક્સ્ન શેરબજારના ઈતિહાસમાં એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો

ગુરુવારે ભારતીય બજાર

કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડશે એવી ચિંતાએ વૈશ્વિક બજારની પડખે ભારતીય શેરબજારમાં પણ વેચવાલી પાંચમાં દિવસે પણ ચાલુ રહી હતી. નિફ્ટી આજે ટેકનીકલ ચાર્ટ ઉપર ૨૦૦ દિવસની મુવિંગ એવરેજની નીચે બંધ આવ્યો હતો અને તેની સાથે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધારે ઘટાડા સાથેની ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની ફેબ્રુઆરી સીરીઝનો અંત આવ્યો હતો. આ સીરીઝમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૩.૫ ટકા ઘટ્યો છે અને સતત બીજા મહીને તેમાં ઘટાડો જોવા મળ્યો છે. .

વિદેશી સંસ્થાઓની આક્રમક વેચવાલી

વિદેશી સંસ્થાઓ સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચાણ કરી રહી છે જેની અસર બજારમાં જોવા મળી રહી છે. આ પાંચ દિવસમાં વૈશ્વિક નાણા સંસ્થાઓએ રોકડમાં ભારે વેચવાલી કરી છે. ગુરુવારે રૂ.૩૧૨૭ કરોડના શેર સહિત તેમણે ચાર દિવસમાં રૂ.૮૪૪૪ કરોડના શેર વેચ્યા છે. સામે સ્થાનિક સંસ્થાઓ સતત ખરીદી કરી રહી બજારને ટેકો આપવાનો પ્રયત્ન કરી રહી હોવા છતાં બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સંસ્થાઓએ ગુરુવારે રૂ.૩૪૯૭ કરોડ સહિત ચાર દિવસમાં રૂ.૭૬૬૪ કરોડના શેરની ખરીદી કરી છે.

ગુરુવારે ફેબ્રુઆરી સીરીઝની પતાવટ

હજુ પણ ભાવ ઘટશે એવી ધારણાએ આજે ૪૬ જેટલા વાયદાના કોન્ટ્રાકટમાં શોર્ટ બીલ્ડઅપ (એટલે કે ભાવ ઘટશે એવી ધારણાએ વેચાણ) જોવા મળ્યું હતું અને લગભગ ૬૦ જેટલી ચીજોમાં લોંગ અનવાઈડીંગ (નફો બુક) થયું હતું. માર્ચ સીરીઝના કોન્ટ્રાકટમાં ૧૦૫ જેટલી ચીજોના નવું શોર્ટ બીલ્ડ અપ થયું હતું જે દર્શાવે છે કે બજારમાં હજુ પણ ઘટાડાની આશા રાખવામાં આવી રહી છે. જોકે, શોર્ટ બીલ્ડ અપ વધારે હોય એ બજાર માટે એક સારી નિશાની પણ છે. જો, નીચા ભાવે ખરીદી મળે અને બજાર ફરી ઉછળે તો શોર્ટ કવર કરવા માટે ટ્રેડર્સે ખરીદી કરવી પડે છે અને તેના કારણે બજારમાં ઉછાળો વધારે તીવ્ર બને છે.માર્ચ સીરીઝમાં જેમાં વધારે શોર્ટ બીલ્ડઅપ જોવા મળ્યું એમાં રિલાયન્સ, એચડીએફસી, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ અને બેંક નિફ્ટી જેવી ચીજોનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk

જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ

GSTV Web Desk
GSTV