GSTV
Business Trending

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં દૈનિક ૨૦ લાખ બેરલ્સનો ઘટાડો કરવાનો નિર્ણય કરતાં તથા તેના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં તેની અસર મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાના ભાવ પર નેગેટીવિટી જોવા મળી હતી.

ડોલરના ભાવ રૂ.૮૧.૫૩ વાળા દશેરાના દિવસે બંધ બજારે વધી રૂ.૮૧.૬૦થી ૮૧.૬૧ થયા હતા તે આજે સવારે રૂ.૮૧.૫૧ ખુલી નીચામાં ભાવ રૂ.૮૧.૪૯ રહ્યા પછી ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૧.૯૧ થઈ રૂ.૮૧.૮૯ રહ્યાના નિર્દેશો હતા. રૂપિયો આજે એકંદરે ૩૬ પૈસા ગબડયો હતો. જોકે અમુક સરકારી બેન્કોએ આજે ઉછાળે ડોલર વેંચ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ૦.૧૮ ટકા વધ્યો હતો. ડોલરનો ઈન્ડેક્સ ઉંચામાં આજે ૧૧૧.૪૩ થઈ ૧૧૧.૪૧ રહ્યાના સમાચાર હતા.

મુંબઈ બજારમાં આજે એવી ચર્ચા પણ સંભળાઈ હતી કે અમુક ર્કોર્પોરેટ જૂથોએ ડોલરની ખરીદી કરી હતી તથા ડિફેન્સ વિષયક પેમેન્ટમાં પણ ડોલરનો આઉટફલો વધ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આના કારણે પણ રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. આઈલ ઈમ્પોર્ટરો પણ આજે ડોલરમાં બાયર રહ્યા હતા.

વિશ્વ બજારમાં બોન્ડનું યીલ્ડ ઊંચકાતાં તેના કારણે રૂપિયા સામે ડોલર ઉંચકાયો હતો. જે.પી. મોર્ગનના બોન્ડ, ઈન્ડેક્સની યાદીમાં ભારતના બોન્ડનો સમાવેશ હવે ક્યારે કરાય છે તેના પર બજારની નજર રહી હતી. આમ થશે તો દેશમાં ૩૦ અબજ ડોલરનો ઈનફલો વધવાની ગણતરી બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળી રહ્યા હતા ત્યારે સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ઘટી નીચામાં રૂ.૯૨.૩૩ થઈ રૂ.૯૨.૩૫ રહ્યા હતા. જોકે યુરોપની કરન્સી યુરોના ભાવ આજે રૂપિયા સામે ૪૩ પૈસા ઉંચકાયા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૮૧.૦૮ થઈ રૂ.૮૦.૯૬ રહ્યા હતા.

જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૦૭ ટકા પ્લસમાં રહી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૫૧ ટકા ઉંચા મથાળે ટ્રેડ થઈ રહી હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બાકી છે માત્ર 5 દિવસ, આ 6 રીતે કરાવી શકો છો જમા

Kaushal Pancholi

Bappi Lahiri Birthday: સુપ્રસિદ્ધ ગાયક બપ્પી દાને સોનું પહેરવાનો ન હતો શોખ, પછી આ વ્યક્તિને કારણે બન્યા ‘ગોલ્ડ મેન’

Kaushal Pancholi

બજેટ 2023-24/ તમારે કેવું બજેટ જોઈએ છે ? સરકારે માંગ્યા સૂચનો ; આ છેલ્લી તારીખ છે

Padma Patel
GSTV