GSTV
Gujarat Government Advertisement

ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા રૂપાણી સરકારના ઐતિહાસિક નિર્ણયો, રિયલ્ટીક્ષેત્રે મોટા સુધારા

Last Updated on September 23, 2019 by

રાજ્ય સરકારે ફાયર સેફ્ટીને વધુ સુદ્રઢ બનાવવા કોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનને વધુ સરળ અને સંક્ષિપ્ત બનાવ્યો છે. સામાન્ય માનવીને પણ લાભકર્તા હોય તેવા સંવેદનાસ્પર્શી-પારદર્શી પ્રશાસનની નેમ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ક્રાંતિકારી અને સંક્ષિપ્ત નિયમો જાહેર કર્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાંધકામના નિયમોમાં કરેલી નવી જોગવાઈઓ પર નજર કરીએ તો.

લોકોના “ઘરનું ઘર” ના સ્વપ્નને સાકાર કરવા ગામતળ એક્સ્ટેન્શનમાં મળવાપાત્ર બેઝ FSI ઉપરાંત ચાર્જેબલ FSI મળી ૧.૮ FSI મળવાપાત્ર રહેશે. સત્તામંડળમાં GME વિસ્તારની મળતી ચાર્જેબલ FSI ની રકમના ૫૦% રકમ જે તે સ્થાનિક સંસ્થાને જાહેર હેતુના કામ માટે ફાળવણી કરાશે. નગરપાલિકાની D-8 અને ગ્રામ્ય વિસ્તારની D-10 કેટેગરીમાં 1.8 FSI મળવાપાત્ર રહેશે. કોમન પ્લોટમાં સોસાયટીના કોમન ફેસીલીટીઝના મળવાપાત્ર બાંધકામને FSI માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

નોન ટી.પી. એરીયામાં નિયત સમય પહેલાં મંજૂર થયેલી બિનખેતી તથા સબપ્લોટીંગના કિસ્સામાં ૨૫૦૦ ચો.મી. સુધીના પ્લોટમાં કપાત નહીં કરાય.. શહેરીકરણના નિર્દિષ્ટ વિસ્તારોમાં ખાનગી આવાસકારોને એફોર્ડેબલ હાઉસીંગ બનાવવા માટે પ્રોત્સાહન અપાયુ. કોમન પ્લોટથી નાના પ્લોટના કિસ્સામાં પ્લોટ સાઇઝ મુજબ માર્જીન રાખી શકાશે. તો ઇન્ડસ્ટ્રીઝ માટેના નાના પ્લોટમાં માર્જીન ઘટાડી ઉદ્યોગને પ્રોત્સાહન અપાયુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!