GSTV
Home » News » RTO ઈન્સ્પેક્ટર યુવતીઓને ધમકી આપી રહ્યો હતો, આવુ ન કરે તો બદનામ કરીશ

RTO ઈન્સ્પેક્ટર યુવતીઓને ધમકી આપી રહ્યો હતો, આવુ ન કરે તો બદનામ કરીશ

વલસાડના કપરાડા ચેક પોસ્ટના RTO ઇન્સ્પેક્ટર સંકેત મેવાડાની અમરેલી પોલીસે અટકાયત કરી છે. આરટીઓ ઇન્સ્પેકટર સંકેત મેવાડાએ અમરેલીની યુવતીને ધાક ધમકી હતી. અને યુવતીની તસવીરોને વોટ્સએપ પર વાઇરલ કરીને બદનામ કરવાની કોશિશ કરી હતી. સંકેત મેવાડાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરવા સતત બ્લેકમેઈલ કર્યાનો પણ આરોપ લાગ્યો છે. જો કે યુવતી તાબે ન થતા આ આરોપીએ વોટ્સએપ પર પોતાના પરિચીતોને ગંદી કોમેન્ટના મેસેજ મોકલી વાયરલ કર્યા હતા. જે અંગે અમરેલી શહેર પોલીસમાં ફરિયાદ થતા અમરેલી પોલીસે આરટીઓ ઇન્સ્પેકટર સંકેત મેવાડાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આખરે અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ મુક્ત થયા

Mayur

ભાવનગર મનપાની ટીમે મંદિર તોડી પાડતા સ્થાનિકો લોકોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!