પ્રયાગરાજમાં આયોજિત કુંભ મેળામાં VHPની ધર્મસભામાં હોબાળો થયો. આ ધર્મસભામાં સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યા હતા. જે દરમિયાન રામ મંદિરની તારીખને લઈને મોહન ભાગવતની સ્પિચ દરમિયાન હંગામો થયો હતો. મોહન ભાગવતે ધર્મસભામાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર માટે સંઘની નીતિ પહેલાથી નક્કી છે. અયોધ્યામાં મંદિરના નિર્માણ માટે સંઘ હંમેશાની જેમ શક્તિ પૂરી પાડશે. કેન્દ્ર સરકારે મંદિર નિર્માણ કરવા તાતત્કાલિક કાર્ય શરૂ કરવું જોઈએ. મોહન ભાગવતે વધુમાં જણાવ્યું કે, સંઘ હંમેશા રામ મંદિરના નિર્માણની તરફેણ કરતું રહ્યું છે. સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે જે વચનો આપ્યા હતા એ તમામ વચનો સરકારે પૂર્ણ કરવા જોઈએ.