GSTV

નિવૃત્તિના રૂપિયા બેન્કમાંથી ઉપાડીને બેઠી હતી મહિલા ત્યાં જ ગઠીયાઓએ પાડ્યો ખેલ

વડોદરાના સંત કબીર રોડ પર લૂંટની ઘટના બની છે. સંત કબીર રોડ પર આવેલી કરીયાણાની દુકાન પર મહિલા નિવૃત્તિના રૂપિયા બેન્કમાંથી ઉપાડીને બેઠી હતી. તે દરમ્યાન બાઈક પર આવેલા બે લૂંટારુ રૂપિયાની બેગ લઈને રફુચકર થઇ ગયા છે. બાઈક પર આવેલા બે લૂંટારુ કરિયાણાની દુકાનમાં બિસ્કિટ લેવાના બહાને આવ્યા હતા અને મહિલાના ખોળામાં બેગ જોતા લઈને ફરાર થઇ ગયા હતા. મહિલાના ખોળામાંથી લુટારુએ બેગ લેતા જ મહિલા લૂંટારુ પાછળ દોડી હતી.

પરંતુ લૂંટારુઓ ફરાર થવામાં સફળ થઇ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે શહેરમાં નાકાબંધી કરાવીને લુટારુની શોધખોળ હાથ ધરી છે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!