GSTV
Home » News » સમાર્ટ સીટીના રસ્તાઓ બન્યા ડિસ્કો રોડ, દર વર્ષે બનાવવા પડે છે નવા

સમાર્ટ સીટીના રસ્તાઓ બન્યા ડિસ્કો રોડ, દર વર્ષે બનાવવા પડે છે નવા

કહેવાતુ સ્માર્ટ સીટી અમદાવાદ…અમદાવાદ કહેવું કે ગાબડાવાદ કારણકે થોડા વરસાદમાં જ અમદાવાદના રસ્તા મગરપીઠ જેવા થઇ જાય છે. રસ્તા પરથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદ કરતા ગામડાના રસ્તા સારા હોય તેવી સ્થિતી છે. અમદાવાદમાં ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી ઓર્થોપેડીક સર્જનની પ્રેકટીસ વધી જાય તેવી સ્થિતી છે. કારણકે અમદાવાદમાં દર ચોમાસે રસ્તાની હાલત દયનીય બની જતી હોય છે. ચોમાસાના ચાર મહિના સુધી તેઓને ડિસ્કો રોડ પરથી જવા લોકો મજબૂર બને છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે કે લોકો રસ્તા રિપેર થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં લગભગ કોઇ એવો વિસ્તાર નહીં હોય ત્યાં સારા રસ્તા હોય. મોટાભાગના રસ્તા ઉબડ ખાબડ થયા છે તો ઘણી જગ્યાએ થીંગડા મારીને કામ ચલાવાઇ રહ્યું છે. તો મેટ્રો રેલને સમાંતર રસ્તાઓ તો ચોમાસા પહેલા જ ખરાબ છે તેની હાલત અત્યારે તો વધારે ખરાબ બની છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર કે પછી કોઇપણ ઝોન બધી જ જગ્યાએ આવી સ્થિતી છે.

વિકાસના નામે રસ્તાઓ ખોદાય છે પરંતુ ત્યારબાદ તેને રિપેર કરાતા નથી. તો રોડ બનવાના નામે ભ્રષ્ટાચાર થાય છે તેવો લોકો આક્ષેપ કરી રહ્યાં છે. દર વર્ષે રોડ તૂટે છે, દર વર્ષે બને છે એમ કહીએ કે કોન્ટ્રાકટરનું કામ પુરુ થતું જ નથી અને આમને આમ હેરિટેજ સીટી અમદાવાદના રસ્તાઓ જાણે હલકી કવોલીટીના જ તૈયાર કરાતા હોય તેવી લાગણી દરેક લોકોમાં પ્રવર્તી રહી છે

READ ALSO

Related posts

બોલિવુડ અભિનેતા રણવીર સિંહની અતરંગી સ્ટાઈલ, ફેશન જોઈને યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

pratik shah

ઓસ્કાર વિજેતા ‘સ્લમડોગ મિલિયોનેર’ ના આ સ્ટારકિડ્સનું નસીબ ફરી પલટાયું, ઝુંપડપટ્ટીમાં રહેવા થયો મજબુર

Ankita Trada

Post Officeની આ સ્કીમમાં મળશે બંપર ફાયદો, એકવાર પૈસા લગાવો અને મહિના માટે કરો કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!