GSTV
News World ટોપ સ્ટોરી

ખતરો/ ભારત સહિત 40 દેશોમાં વધ્યું ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2નું સંકટ, 10 જ દિવસમાં કેસોમાં જોરદાર ઉછાળો

ઓમિક્રોન

COVID-19 વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના તાજેતરમાં શોધાયવામાં આવેલ ઉપ-સંસ્કરણ પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે જેથી તે નિર્ધારિત કરી શકાય કે તેનો ઉદભવ ભવિષ્યમાં મહામારીના ફેલાવાને કેવી અસર કરી શકે છે. પ્રારંભિક ઓમિક્રોન વેરિએન્ટ તાજેતરના મહિનાઓમાં વાયરસનો સૌથી ખતરનાક સ્ટ્રેન બની ગયો છે, પરંતુ બ્રિટિશ આરોગ્ય અધિકારીઓએ ખાસ કરીને બીએ.2 નામના નવીનતમ વેરિએન્ટના સેંકડો કેસોની ઓળખ કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ડેટા સૂચવે છે કે તે પ્રમાણમાં ઝડપથી ફેલાય છે. યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટ પ્રભાવી છે પણ બ્રિટિશ હેલ્થ ઓથોરિટીએ ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ બીએ.2ના હજારો કેસો ઓળખી કાઢ્યા છે. ધ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ જાન્યુઆરી મહિનાના પ્રથમ દસ દિવસમાં જ બ્રિટનમાં આ પેટા વેરિઅન્ટના 400 કરતાં વધારે કેસો ઓેળખી કાઢ્યા છે.

ઓમિક્રોન

યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) એ આ મહિનાના પ્રથમ દસ દિવસમાં યુકેમાં BA.2 ના 400 થી વધુ કેસોની ઓળખ કરી અને સૂચવ્યું કે લગભગ 40 અન્ય દેશોમાં પણ Omicron ના નવા વેરિએન્ટ મળી આવ્યા છે. આ હેઠળ, ભારત, ડેનમાર્ક અને સ્વીડન જેવા કેટલાક દેશોમાં સૌથી તાજેતરના કેસોમાં સબ-વેરિયન્ટ સાથે સંકળાયેલા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.

આ પેટા વેરિઅન્ટના કેસો ભારત, ડેન્માર્ક અને સ્વિડન સહિત અન્ય 40 દેશોમાં જોવા મળ્યા છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ વાઇરલ જિનોમમાં થયેલા ફેરફાર બાબતે ઘણી અનિશ્ચિતતા પ્રવર્તે છે પણ તાજેતરમાં ભારત અને ડેન્માર્કમાં આ પેટા વેરિઅન્ટના કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. ડેન્માર્કમાં કોરોનાના નવા 33,835 કેસ અને 25 જણાના મોત નોંધાયા હતા.

ફ્રેન્ચ મહામારીશાસ્ત્રી એન્તોઇન ફ્લાહોલ્ટે જણાવ્યું હતું કે આ પેટા વેરિઅન્ટ જે ઝડપે ફેલાઇ રહ્યો છે તે અમારા માટે આશ્ચર્યજનક છે. એશિયામાં મોટાપાયે ફેલાયેલો આ બીએ.2 એ હવે ડેન્માર્કમાં પગદંડો જમાવ્યો છે.તેમણે ચેતવણીના સૂરે જણાવ્યું હતું કે દેશોએ આ નવા પેટા વેરિએન્ટ સામે સાવચેત રહેવાની જરૂર છે. ઓથોરિટીએ બહુ ઝડપથી ફેલાતા બીએ.2ને વેરિઅન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન કેટેગરીમાં મુક્યો છે.

ઓમિક્રોન

લંડનની ઇમ્પિરિયલ કોલેજના વાયરોલોજિસ્ટ ટોમ પિકોકે જણાવ્યું હતું કે ભારત અને ડેન્માર્કના પ્રારંભિક નીરિક્ષણો દર્શાવે છે કે બીએ.1 અને બીએ.2ના ચેપની તીવ્રતામાં ઝાઝો ફરક નથી.બીએ.1 અને બીએ.2 પર કોરોનાની રસીની અસરકારકતામાં પણ બહુ ઓછો ફરક હોવાની સંભાવના છે.

વર્તમાન ઓમિક્રોન વેવ પર પણ આ પેટા વેરિઅન્ટની બહું મોટી અસર પડે તેમ મને લાગતું નથી. આજે યુએસમાં કોરોનાના નવા 8,79,980 લાખ કેસો નોંધાયા હતા અને 3567 ના મોત થયા હતા. યુએસમાં કોરોનાના કુલ 70,209,840 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 8,64,556 થયો હતો. રશિયામાં કોરોનાના નવા 57,212 કેસો નોંધાયા છે અને 681ના મોત થયા છે.

દરમ્યાન સિંગાપોરમાં કોરોનાના નવા 1945 કેસો નોંધાયા હતા.જાપાનમાં પણ કોરોનાના નવા 49,531 કેસો નોંધાયા હતા. જ્યારે મેક્સિકોમાં કોરોનાના નવા 49,906 કેસો અને 331 જણાના મોત નોંધાયા હતા. બેલ્જિયમમાં પણ કોરોનાના નવા 54,478 કેસો અને 21 જણાના મોત નોંધાયા હતા. પોલેન્ડમાં કોરોનાના નવા 40,876 કેસો અને 193 જણાના મોત નોંધાયા હતા.

Read Also

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV