GSTV
Gujarat Government Advertisement

સાસુ-સસરાના ઘરમાં રહેવાનાં મહિલાના અધિકારને ઝૂંટવી ના શકાય: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

મહિલા

Last Updated on December 16, 2020 by Bansari

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે સાસુ-સસરાના સંયુક્ત ઘરમાં રહેવાના કોઇ મહિલાના અધિકારને વરિષ્ઠ નાગરિક કાયદા, 2007 અંતર્ગત તાત્કાલિક ધોરણે પ્રક્રિયા અપનાવીને ખાલી કરવાના આદેશના માધ્યમ દ્વારા ઝૂંટવી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ઘરેલૂ હિંસાથી મહિલાઓના રક્ષા કાયદા 2005 (PWDV)નો હેતુ મહિલાઓને આવાસ સુરક્ષા પૂરી પાડવાનો અને સાસુ-સસરાના સંયુક્ત ઘરમાં રહેવા અથવા સંયુક્ત ઘરમાં સુરક્ષિત આવાસ પૂરો પાડવા તથા તેને માન્યતા અપાવવાનો છે. ભલે સાસરાના ઘરમાં તેનો માલિકી હક કે અધિકાર ન હોય.

મહિલા

ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી ખંડપીઠે શું કહ્યું

ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી ખંડપીઠે કહ્યું કે, વરિષ્ઠ નાગરિક કાયદા 2007ને દરેક સ્થિતિમાં મંજૂરી આપવાથી ભલે તેનાથી કોઇ મહિલાનો પીડબલ્યૂડૂવી કાયદા અંતર્ગત સંયુક્ત ઘરમાં રહેવાનો હક પ્રભાવિત થાય, તે હેતુ પરાજિત થાય જેને સંસદે મહિલા અધિકારીઓ માટે હાંસેલ કરવા તથા લાગુ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે.

શીર્ષ અદાલતે કહ્યું કે વરિષ્ઠ નાગરિકોના હિતોની રક્ષા કરતા કાયદાનો હેતુ તે સુનિશ્વિત કરવાનો છે કે તેઓ નિરાધાર ન બને અથવા પોતાના સંતાનો અથવા સંબંધોની દયા પર નિર્ભર ન રહે. પીઠે કહ્યું કે, આ કારણે સંયુક્ત ઘરમાં રહેવાના કોઇ મહિલાના અધિકારને ન ઝૂંટવી શકાય કે વરિષ્ઠ નાગરિક કાયદા 2007 અંતર્ગત તાત્કાલિકધોરણ પ્રક્રિયામાં ખાલી કરાવવાનો આદેશ હાંસેલ કરી લેવામાં આવ્યો છે.

કર્ણાટક હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ એક મહિલા દ્વારા દાખલ કરેલી અરજી પર સુપ્રિમ કોર્ટ  સુનાવણી કરી

ખંડપીઠમાં જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી પણ શામેલ હતા. કર્ણાટક હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ એક મહિલા દ્વારા દાખલ કરેલી અરજી પર સુપ્રિમ કોર્ટ  સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે તેનું સાસરીયાનું ઘર ખાલી કરવાનો હુકમ આપ્યો હતો. સાસુ અને સસરાએ માતા-પિતાની સંભાળ અને કલ્યાણ તથા વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007 ની જોગવાઈઓ હેઠળ અરજી કરી હતી, અને પોતાની પુત્ર લધુને ઉત્તર બેંગ્લોર સ્થિત પોતાના નિવાસ્થાનમાંથી બહાર નિકાળવાની વિંનતીની અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટની ખંડપીઠે 17 સપ્ટેમ્બર 2019 ના ચુકાદામાં જણાવ્યું  હતું કે જે સ્થળ પર આ કેસ ચાલી રહ્યો છે તે ફરીયાદીની સાસુ (બીજી આરોપી) અને ફરીયાદીની સાર-સંભાળની સાથે આશ્રયની જવાબદારી તેનાથી અલગ રહેલા તેના પતિની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

MLA નૌશાદ સોલંકીએ બળાપો ઠાલવતા કહ્યું, ‘સુરેન્દ્રનગરની એક પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર નથી’, શેર કરી દર્દનાક તસવીર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!