GSTV

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

HCL ટેકનોલોજીના ચેયરપર્સન 38 વર્ષિય રોશની નાડર મલ્હોત્રા સૌથી અમીર ભારત મહિલા તરીકે ઉભરી આવ્યા છે. કોટલ વેલ્થના સહયોગથી હુરૂન ઈંડિયાએ એક સ્ટડી કરીને 100 સૌથી અમીર ભારતીય મહિલાઓનું લિસ્ટ તૈયાર કર્યુ છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, આ યાદીમાં સામેલ મહિલાઓની કુલ સંપત્તિ 2.72 લાખ કરોડ રૂપિયા છે.

રોશનીની કુલ સંપત્તિ 54,850 કરોડ રૂપિયા

રોશની નાડર મલ્હોત્રાની કુલ સંપત્તિ 54.8 કરોડ રૂપિયા છે. તેમને હાલમાં જ HCL ટેક્નોલોજીજના ચેયરપર્સન બનાવ્યા છે. તેઓ આ યાદીમાં બીજા પર રહેલા કિરણ મજૂમદાર શોની કુલ સંપત્તિ 36.6 હજાર કરોડ રૂપિયા છે.

ભારતની સૌથી અમીર મહિલાઓ…

રેન્કનામકુલ સંપત્તિ(કરોડ રૂપિયા)કંપનીશહેર
1રોશની નાડર મલ્હોત્રા54,850HC ટેકનોલોજીસનવી દિલ્હી
2કિરણ મજૂમદાર-શો36,600બાયોકોનબેંગલુરુ
3લીના ગાંધી તિવારી21,340USVમુંબઈ
4નીલિમા મોટાપાર્ટી18,620દિવિસ લેબોરેટરીઝહૈદરાબાદ
5રાધા વેમ્બુ11,590જોહોચેન્નાઈ
6જયશ્રી ઉલ્લસ10,220અરિસ્ટા નેટવર્ક્સસન ફ્રાન્સિસ્કો
7રાનૂ મુંજાલ8,690હીરો ફિનકોર્પનવી દિલ્હી
8મલિકા ચિરાયુ અમિન7,570એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સવડોદરા
9અનુ આગા એન્ડ મેહર પુદુમજી5,850થર્મેક્સપુના
10ફાલ્ગુની નાયર એન્ડ ફેમિલિ5,410નયકા(Nykaa)મુંબઈ

આ યાદીમાં સામેલ મહિલાની સરેરાશ ઉંમર 53 વર્ષ

આ યાદીમાં સામેલ 38 મહિલાઓ પાસે 1,000 કરોડ રૂપિયા અથવા તેનાથી વધારેની સંપત્તિ છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, આ યાદીમાં સામેલ મહિલાઓની સરેરાશ ઉંમર 53 વર્ષ છે.

28 વર્ષની ઉંમરમાં કંપનીની સીઈઓ બની હતી રોશની

રોશની નાડર મલ્હોત્રા HCL કોર્પોરેશનની એક્ઝીક્યૂટિવ અને સીઈઓ રહ્યા છે. તેઓ ફક્ત 28 વર્ષની ઉંમરમાં જ સીઈઓ બની ગયા હતા. આ સાથે જ તેઓ HCL ટેક્નોલોજી બોર્ડના વાયરસ ચેયરપર્સન અને શિવ નાડર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ રહ્યા છે. રોશની નાડરનું નામ ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવલી 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સામેલ છે. 2019માં તેઓ આ યાદીમાં 54માં નંબરે રહ્યા હતા. વર્ષ 2019માં તેઓ દેશની સૌથી અમીર મહિલા હતા.

READ ALSO

Related posts

ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

Sejal Vibhani

આનંદ મહિન્દ્રાની દિલદારી : ગાબામાં ઐતિહાસિક જીત મેળવીને આવેલા ખેલાડીઓને ભેટમાં આપશે THAR-SUV

Mansi Patel

જલ્દી કરો/ અહીં ગ્રાહકોને અપાઈ રહી છે આકર્ષક ઓફર, 2500 રૂપિયાની પૂર્વ ચૂકવણી પર મળશે 3000 રૂપિયાની ખરીદીનો મોકો

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!