GSTV

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ભારતની દુકાન વેંચી રહ્યા છે સામાન, કારણ જાણી ખુશ થઈ જશો

Last Updated on January 18, 2020 by Ankita Trada

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેજોસ હાલમાં ભારતના પ્રવાસે છે, જે દરમિયાન તેમણે ભારતમાં કરોડ રૂપીયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે તેમણે પોતાના ટ્વીટર હેન્ડલર પર બે ફોટો શેર કર્યા છે, જેમાં જેફ બેજોસ એક દુકાનદારને કંઈક સામાન આપતા જોવા મળી રહ્યા છે. આ ફોટો જોઈને લોકોનું કહેવું છે કે, શું જેફ ભારતમાં કોઈ દુકાન પર સામાન વેચી રહ્યા છે?

તો અમે તમને જાણાવી દઈએ કે, જેફ બેજોસે શેર કરેલા ફોટો સાથે લખ્યું છે કે, ડિલિવરી પોઈન્ટ તરીકે એમેજોનને ભારતના હજારો કરીયાણાના સ્ટોર્સ સાથે ભાગીદારી કરી છે. કારણ કે, આ ગ્રાહકો માટે સારું છે અને દુકાનદારને પણ સારી કમાણીની તક મળે છે.

એમેજોન ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા જેફ બેજોસે ભારતના ભવિષ્યના લઈને કહ્યું હતું કે, 21મી સદી ભારતની હશે. દિલ્હીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી હતી કે, એમેજોન વર્ષ 2024 સુધીમાં ભારતમાં નાના અને નાના-મધ્યમ ઉદ્યોગના ક્ષેત્રમાં 1 અબજ ડોલર સુધીનું રોકાણ કરશે.

10 લાખ લોકોને રોજગાર આપશે

શુક્રવારે જેફ બેજોસે જાહેરાત કરી હતી કે, વર્ષ 2025 સુધીમાં ભારતમાં 10 લાખ લોકોને નોકરી આપશે. એમેજોને કહ્યું હતું કે, કંપની ઈન્ફાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં રોકાણ કરી નવી નોકરીઓ ઉત્પન્ન કરશે. અમે આગામી 5 વર્ષમાં 10 લાખ રોજગારી આપવા માગીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, જેફ બેજોસ ત્રણ દિવસની યાત્રા પર ભારત આવ્યા હતા. તેમણે બુધવારે કહ્યું હતું કે, તેમની કંપની ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે. જો કે, કંપનીએ વર્ષ 2014 થી અત્યાર સુધી ભારતમાં 5.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

READ ALSO

Related posts

ફૂડ ડિલિવરી / શું સ્વિગી અને ઝોમેટો જેવા એપ્સ પરથી ફૂડ મંગાવવો મોંઘો થયો? જાણો નાણામંત્રીએ શું કહ્યું

Zainul Ansari

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta

દિવાળી પહેલા 12 લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!