GSTV
Home » News » અમેરિકામાં ગુજરાતી યુવકોની હત્યા બાદ વાયરલ થયેલા વીડિયો અંગે થયો આ ખુલાસો

અમેરિકામાં ગુજરાતી યુવકોની હત્યા બાદ વાયરલ થયેલા વીડિયો અંગે થયો આ ખુલાસો

અમેરિકામાં ગુજરાતી પાટીદાર દીકરાઓની હત્યા થઇ છે. જો કે હત્યાના વાયરલ વીડિયો અંગે મૃતક ચિરાગ પટેલની પત્નીએ કહ્યુ છે કે હત્યાનો વીડિયો સોસીયલ મીડિયામાં જે ફરી રહ્યો છે તે વીડીયો અને મારા પતીનું નામ જોડવામાં આવ્યું છે. જેમાં વીડિયો ખોટો હોવાનો ખુલાસો ચિરાગની પત્નીએ કર્યો છે. આ વિડીયો શિકાગોનો હોવાની ચિરાગ પટેલની પત્નીએ વાત કરી છે. ખોટો વિડીયો અપલોડ અને શેર પણ ન કરવા વિનંતી કરી છે. ચિરાગ પટેલ અને કિરણ પટેલની લૂંટ કરી હત્યા સ્ટોલમાં ગોળી મારીને કરવામાં આવી છે.અને તેના સીસીટીવી ન હોવાનું પણ જણાવ્યું છે. જેમાં સરકાર પાસે અમેરિકામાં પ્રોટેક્શન અને સહાયની માંગ પણ ઉચ્ચારી છે.

આડેધડ ગોળીબાર કર્યો

અમેરિકાના સાઉથ કેરોલીના સ્ટેટના ડેન્માર્ક શહેરમાં આવેલા હેરીટેજ હાઈવે પરના એક સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસી આવેલા શસસ્ત્ર અજાણ્યા શખસોએ આડેધડ ગોળીબાર કરીને કડી તાલુકાના ભટાસણ ગામના અને માણસા તાલુકાના ખરણા ગામના બે આશાસ્પદ યુવાનોની હત્યા કરી છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે હત્યાકાંડના સમાચાર જાણી બન્ને યુવાનોના પરિવાર ઉપર આભ ફાટયું હતું અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોબોયસ સ્ટોર્સમાં નોકરી કરતા હતા

કડી તાલુકાના ભટાસણ ગામના અરવિંદભાઈ પટેલનું તેમજ માણસા તાલુકાના ખરણા ગામના મહેશભાઈ પટેલનું પરિવાર વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયું હતું.દરમિયાન સાતેક વર્ષ પહેલાં રોજગારી મેળવવા અરવિંદભાઈનો દીકરો કિરણ પટેલ અને મહેશભાઈનો દીકરો ચિરાગ પટેલ અમેરિકા ગયા હતા. અહીં તેઓ બન્ને યુવકો સાઉથ કેરોલીના સ્ટેટના ડેન્માર્ક શહેરમાં હાઈવે નં. 78  ઉપર આવેલા પેટ્રોલપંપ નજીકના પોબોયસ સ્ટોર્સમાં નોકરી કરતા હતા.

બુકાનીધારી શખસો લૂંટ કરવાના ઈરાદે સ્ટોરમાં ઘુસી આવ્યા

દરમિયાન ગત ગુરૂવારના રોજ અમેરિકાના સમય પ્રમાણે  અગિયાર વાગ્યાના સુમારે કિરણ અને ચિરાગ સ્ટોર્સ ઉપર ફરજ બજાવી રહ્યા હતા. તે વખતે એકાએક અજાણ્યા બુકાનીધારી શખસો લૂંટ કરવાના ઈરાદે સ્ટોરમાં ઘુસી આવ્યા હતા. તે વખતે ગુજરાતી યુવકો પૈકી એક યુવકે તેઓનો પ્રતિકાર કર્યો હતો.જેથી ઉશ્કેરાઈ ગયેલા લૂંટારૂઓ પૈકી એક લૂંટારૂએ પોતાની પાસે રાખેલ બંદૂક કાઢીને બન્ને યુવકો પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કિરણ પટેલ અને ચિરાગ પટેલના કરૂણ મોત થયા હતા. ત્યારબાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છુટયા હતા. ઘટના બાદ સ્થાનિક પોલીસે પહોંચી હત્યારાઓને પકડવા શોધખોળ આરંભી હતી.

સમગ્ર ઘટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ

સાઉથ કેરોલીના સ્ટેટના ડેન્માર્ક શહેરમાં આવેલા સ્ટોરમાં લૂંટ કરવાના ઈરાદે ઘુસેલા લૂંટારૂઓએ આડેધડ ગોળીબાર કરીને બે ગુજરાતી યુવકોની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. સર્જાયેલી લૂંટ અને મર્ડરની ચકચારી ઘટના પોબોયલ સ્ટોર્સમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના આધારે અમેરિકન પોલીસે તપાસ આરંભી છે.

અમેરિકામાં વધુ બે ગુજરાતી યુવકો વંશીય હિંસાનો ભોગ બન્યા

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતના લોકો વંશીય હુમલાનો ભોગ બની રહ્યા છે. જેમાં મહેસાણા જિલ્લાના પાંચથી વધુ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. દરમિયાન સાઉથ કેરોલીના સ્ટેટના ડેન્માર્કમાં કડીના ભટાસણ અને માણસાના ખરણાના વધુ બે આશાસ્પદ યુવકો અશ્વેતોના હુમલાનો શિકાર બનતા અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોમાં ફફડાટ ફેલાયો છે.

READ ALSO

Related posts

કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી

Karan

લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….

pratik shah

પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!