GSTV
Home » News » CAની ફાઈનલ પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, સુરતનાં બે વિદ્યાર્થીઓએ બાજી મારી

CAની ફાઈનલ પરીક્ષાનું પરિણામ થયુ જાહેર, સુરતનાં બે વિદ્યાર્થીઓએ બાજી મારી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની ફાઈનલ પરીક્ષાનો પરિણામ જાહેર થયા છે.  જેમાં સુરતના બે વિદ્યાર્થીઓએ ફાઇનલ પરીક્ષામાં દેશભરમાં 15 મો અને 24 મો ક્રમાંક મેળવ્યો છે. 24 મો ક્રમાંક મેળવનાર  યશ રત્ન કલાકારનો પુત્ર છે. મંદીના માહોલમાં તેણે પોતાના પિતાને રત્ન કલાકારની નોકરીની ચિંતાથી મુક્ત કરી દેવાનું સપનુ સાકાર કરી બતાવ્યું.

સીએ ફાઇનલની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે આકરી મહેનત કરી હતી. યશ એક રત્ન કલાકારનો પુત્ર છે. હીરા ઉધોગમાં ઘણા વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. અને મંદીનો માહોલમાં તેના પિતાની નોકરીની કોઈ સ્થિરતા નથી. તેણે નાનપણથી સપનું સેવ્યુ હતું કે સીએ બનીને તેના પિતાને રત્ન કલાકારની નોકરીની ચિંતામાંથી મુક્ત કરશે. અને આજે તેણે તે કરી બતાવ્યું.

યશની ઉપલબ્ધિના કારણે તેના પરિવારમાં અને તેના સાહેબ રવિ છાચરિયા પણ  ખૂબ જ ઉત્સાહિત છે. તો બીજી બાજુ તનુજ ટેક્સ્ટાઇલ ઉદ્યોગપતિનો પુત્ર હોવા છતાં નોકરી કરવા માટે સીએની પરીક્ષા આપી હતી અને તેણે દેશભરમાં 14 મો ક્રમાંક મેળવ્યો છે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!