GSTV

આજની ચૂંટણીના પરિણામે ગુજરાત ભાજપ માટે 2022ની જીતનો પાયો નાખી દીધો છે

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે અત્યાર સુધી સૌથી વધુ બેઠકો મેળવીને ઈતિહાસ રચ્યો છે. તો અન્ય રાજ્યમાં અન્ય પેટાચૂંટણીઓમાં પણ ભાજપ તરફી પરિણામો આવ્યા છે. 46 તાલુકા પંચાયતમાંથી 36 ભાજપે જીતી પાંચ જિલ્લા પંચાયતોમાં કમળ ખિલ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ મુખ્યાલય કમલમમાં જશ્નનો માહોલ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કમલમમાં ભાજપનો વિજય ધ્વજ ફરકાવ્યો.

કમલમ પાસે કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી. જિતુ વાઘાણીએ કહ્યું કે આ પરિણામોએ આગામી વિધાનસભાની ચૂંટણીનો જીતનો પાયો નાંખ્યો. 2017માં જીત પછીની નગરપાલિકા સહિતની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી સાથે જીતી મેળવી છે.

દૂધમાં સાકર ભળે એમ જનમત અને ભાજપ ભળી ગયા છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે કોંગ્રેસને જનતાની નહીં પણ જૂથની ચિંતા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ જાતિના વાડા ઉભા કરવાનું કામ કર્યું.

READ ALSO

Related posts

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!