GSTV
Home » News » NEETની પરીક્ષાનું પરિણામ જાહેર, આ અમદાવાદીએ મારી બાજી

NEETની પરીક્ષાનું પરિણામ જાહેર, આ અમદાવાદીએ મારી બાજી

NEET ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ માટે લેવાતી નીટની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ ધાર્યા કરતા નબળું આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં 46.35 ટકા જ્યારે સમગ્ર દેશનું 56.27 ટકા પરિણામ જાહેર થયુ છે. નીટની પરીક્ષામાં ગુજરાતમાંથી કુલ 35,177 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે. જોકે ગતવર્ષ કરતા આ વર્ષે પરિણામમાં થોડો સુધારો નોંધાયો છે.

પરંતુ ધાર્યા કરતા ઓછુ પરિણામ આવતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ નિરાશા સાંપડી છે. જોકે નેશનલ લેવલની આ પરીક્ષામાં અમદાવાદના રવી માખેજાએ ઓલ ઈન્ડિયામાં 14મો ક્રમાંક મેળવ્યો છે. રવિએ 700માંથી 690 માર્કસ મેળવ્યા છે.

નીટની પરીક્ષાના પરિણામમાં ગુજરાતના માત્ર 46 ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઇ શક્યા છે. સુરત શહેરમાં શ્રેયા ગાબાણીએ બાજી મારી છે અને સમગ્ર શહેરમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું છે. શ્રેયાએ કુલ 685 માર્ક્સ સાથે AIR 68 મેળવ્યું છે. શ્રેયાની આ સફળતાથી પરિવારજનો સહિત મિત્રો તથા સગા સબંધીઓમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે.

READ ALSO

Related posts

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!