GSTV
Home » News » રેસ્ટોરન્ટો ડબલ GST રેટ સિસ્ટમની કરી રહી છે માગ

રેસ્ટોરન્ટો ડબલ GST રેટ સિસ્ટમની કરી રહી છે માગ

મેકડોનાલ્ડસ, ડોમિનોઝ અને સબવે સહિત 5 લાખ રેસ્ટોરેંટસની આગેવાની કરનાર નેશનલ રેસ્ટોરેંટ ઇંડસ્ટ્રીએ 12 ટકા જીએસટી રેટના એક અન્ય ઓપ્શનની માંગ કરી. ઇંડસ્ટ્રીને હજુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવાની મંજૂરી ના મળી હોવાથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રેસ્ટોરેંટસ પર 5 ટકાનો જીએસટી લાગે છે.

જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી સામેલ નથી. NRAI સંસ્થાએ નાણાં મંત્રાલયને લખેલ પત્રમાં કહ્યું છે કે ગત નાણાંકીય વર્ષમાં ફૂડ સર્વિસિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી નહિ મળતા તેમજ 20,000 આઉટલેટ બંધ થવાના લીધે રેંસ્ટોરેંટ સેક્ટર પર ખરાબ અસર જોવા મળી રહી છે. ફૂડ સર્વિસ પ્રોવાઈડર્સ ખર્ચમાં 4 ટકા સુધીનો ઘટાડો કરવા કાચા માલની ખરીદી રજીસ્ટર્ડ ના હોય તેવા સપ્લાયર્સ પાસેથી કરવામાં આવી રહી છે.

નાણાંકીય વર્ષ 2018-19માં 20,000 રેસ્ટોરેંટસ બંધ થવાને લીધે રેંસ્ટોરેંટસ સેક્ટરના ગ્રોથમાં 2 ટકા જેટલો ઘટાડો થયો છે. સ્વિગી, ઝમેટો જેવા ફ્રૂડ એગ્રીગેટર્સની સર્વિસ પર 18 ટકા જીએસટી લાગે છે. જેનો ભાર રેસ્ટોરેંટસ ઇંડસ્ટ્રી પર આવી ગયો. આ પત્રમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહી મળવાના કારણે સરકાર વાર્ષિક 2,937 કરોડ રૂપિયાનો ટેક્સ રેવેન્યુ ગુમાવે છે.

પહેલા રેસ્ટોરેંટસ પર આઈટીસી સાથે 18 ટકાનો જીએસટી લાગતો હતો જેને નવેમ્બર 2017માં ઘટાડીને 5 ટકા (આઈટીસી વગર) કરવામાં આવ્યો. આ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને ના આપતા ડોમિનોઝ પિઝ્ઝા જેવા આઉટલેટ કંપનીઓને NAAએ દંડની નોટિસ મોકલી.

નેશનલ રેસ્ટોરેંટસ ઓફ ઇંડિયા (NARI) ના પ્રેસિંડેન્ટ કહે છે સરકાર રેંસ્ટોરેંટસને આઈટીસીની સુવિધા નહિ આપીને એક રીતે ગેરકાનૂની માર્ગ અપનાવવા ઉશ્કેરી રહી છે. આથી અમે ઇચ્છિએ છીએ રેસ્ટોરેંટસ ઇંડસ્ટ્રીમાં ડબલ જીએસટી વ્યવસ્થા લાગુ કરવામાં આવે. ઇનપુટ ક્રેડિટ વગરના 5 ટકા અને ઇનપુટ ક્રેડિટ સાથે 12 ટકા જીએસટી રેટનો વિકલ્પ આપવામાં આવે.

Read Also

Related posts

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

Nilesh Jethva

સુરતના વેડ રોડ પર લુમ્સના ખાતામાં લાગી આગ, ત્રણ ફાયર ફાયટરની ગાડી ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!