GSTV
Home » News » દુનિયાભરનાં કરોડોનાં ડેટા થયા લીક, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દુનિયાભરનાં કરોડોનાં ડેટા થયા લીક, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દુનિયાભરના 3 કરોડથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જાણકારી લીક થઈ ગઈ છે. આના ડેટા ઓનલાઈન વેચાઈ રહ્યા છે. પેટ્રોલ ભરાવતી વખતે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે અને ઓનલાઈન શોપિંગ સમયે આવું થાય છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ પ્રમાણે, આ તમામ ડેટા ઓનલાઈન વેચાઈ રહ્યા છે. દુનિયાની મોટી ફ્રોડ ઈન્ટેલીજન્સ કંપની જેમિની એડવાઈઝરીએ મંગળવારે આ રિપોર્ટ જારી કરીને જણાવ્યું છે કે, વર્ષ 2019માં અત્યાર સુધીની સૌથી મોટી ડેટા ચોરી થઈ છે, લગભગ 850 સ્ટોર્સ અને 3 કરોડ લોકોના પેમેન્ટ રેકોર્ડ ચોરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં આ રીતે સાયબર ચોરીનો એક કેસ સામે આવ્યો હતો. આમાં સર્વાધિક મહત્વપૂર્ણ ટ્રેક-2 ડેટા પણ ચોરી થયો છે. જે કાર્ડના પાછળના મેગ્નેટિક સ્ટ્રીપમાં હોય છે. આમાં ગ્રાહકની પ્રોફાઈલ અને ટ્રાન્ઝેક્શનની તમામ જાણકારીઓ હોય છે. આખો મામલો શું છે? જેમિની એડવાઈઝરીએ જાણ્યું છે કે, WaWaમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ડના ડેટા-જેમાંથી કેટલાક અમેરિકન નાણાકીય સંસ્થાઓના છે.

આ તમામ જોકરના સ્ટેશન પર સેલ્સ માટે ઉપલબ્ધ છે એટલે આનું વેચાણ થઈ રહ્યું છે. એક મોટા ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડની જાણકારી ખરીદવામાં અને વેચવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, WaWa એક અમેરિકી કંપની છે. આના અમેરિકા સહિત દુનિયાભરમાં રિટેલ સ્ટોર્સ અને ગેસ સ્ટેશન છે. સાથે જ, કંપની ફૂડ સ્ટોર્સ પણ ચલાવે છે.

જેમિની એડવાઇઝરી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વાવા કંપનીના પેમેન્ટ સિસ્ટમમાં વાયરસ મોકલીને માર્ચ અને ડિસેમ્બરની વચ્ચે ડેટા ચોરી કરવામાં આવ્યો છે. જો કે, કંપનીએ આ શોધી કાઢ્યું અને પછીથી પેમેન્ટ સિસ્ટમને ક્લીન કરી દેવામાં આવી હતી.

READ ALSO

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!