GSTV

રાજ્યની યુનિ.અો રાજકીય નેતાઓના તાબા હેઠળ? હવે ભાજપ પ્રમુખના ભાઈ કુલપતિ બન્યા

હું ખાતો યે નથી અને ખાવા દેતો પણ નથી, અા પ્રધાનમંત્રીના ફેમસ ડાયલોગ છે. રાજકારણમાં સગાવાદ અને ભાઈ-ભત્રિજાવાદ ચલાવાતો હોવાનો ભાજપ દાયકાઅોથી કોંગ્રેસ પર પ્રહાર કરે છે પણ શું તેઅો પણ હવે છેલ્લી પાટલીઅે બેસવા લાગ્યાં નથી. શિક્ષણ અે મનુષ્યનું ઘડતર કરે છે. વિદ્યાના ધામ રાજકારણથી પર હોવા જોઈઅે અેવું દરેક વખતે કહેવાય છે. શું બાબતને અમલમાં મૂકે છે કોઈ સરકાર. ગુજરાતમાં પણ શિક્ષણખાતામાં ઘોર ખોદાઈ રહી છે.

ચર્ચાઓ એવી થઈ રહી છે કે ખાસ કરીને યુનિવર્સિટીઓના વિવિધ હોદ્દાઓ પર નેતાઓના સગા-સંબંધીઓ બેસી રહ્યાં છે. આ ચર્ચા વધુ તેજ બની જ્યારે ‘મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી’ના કુલપતિ પદે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ભાઈ ડૉ. ગિરીશ પટેલ ઉર્ફે ડૉ. ગિરીશ વાઘાણીની વરણી કરવામાં આવી છે. ગિરિશ પટેલ આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. જો કે આ પ્રથમ કિસ્સો નથી, આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાના બનેવી ડૉ. હિમાંશુ પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી હતી.

પારિવારિક રાજકારણ’ સામે જંગના નારા પોકારતી બીજેપી પણ કોંગ્રેસના રસ્તે ચાલીને તેમના સગા-વ્હાલાઓને જ કુલપતિના પદોની લ્હાણી કરવામાં આવી રહી છે.  ત્યારે શું ભાજપ પણ કોંગ્રેસના માર્ગે ચાલી રહી છે?  માત્ર એટલું જ નહીં, ભાજપ આઈટી સેલમાં કાર્યરત ડૉ. શશિરંજન યાદવ કચ્છ યુનિવર્સટીના કુલપતિ રહ્યા બાદ હાલ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન’ના કુલપતિ છે. જ્યારે GTUના કુલપતિ નવીન શેઠ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શૈલેન્દ્ર કુલકર્ણી ABVP સાથે સંકળાયેલા છે. કુલપતિ અે સર્વશ્રેષ્ઠ પદ છે. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઅોમાં પણ મોટાભાગની સંસ્થાઅો ભાજપના પદાધિકારીઅોની છે. અેટલે જ ભાજપ સ્કૂલ ફી મામલે ખોંખારીને કહી શકતું નથી. શિક્ષણાધિકારીઅોની તો રાજ્યમાં હાલત ન સહેવા અને ન કહેવા જેવી થઈ હોવાનો વાલીઅો બુમરાણ પાડી રહ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ અે ભાજપના પદાધિકારીઅોના હાથમાં અે કહેવું પણ યોગ્ય છે.

Related posts

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

ઘીના ઠામમાં ઘી-માત્ર રાજકીય ડ્રામા/ ધારાસભ્ય પરમારે ભાજપનું નાક દબાવ્યું પણ મેળ પડયો નહીં

pratik shah

શું ગુજરાત નથી રહ્યું મહિલાઓ માટે સુરક્ષિત! ઈવનીંગ વોક કરી રહેલી યુવતીની થઈ છેડતી, રોમીયો થયો ફરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!