GSTV

ગુજરાતના બિલ્ડર્સને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું રાજકીય કવચ, રૂ. 2000 કરોડનું કૌભાંડ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગોકુળપુરના ફતાજી ગગાજી પરમારના પેઢીનામાંમાં ખોટી રીતે વારસાઇ એન્ટ્રી કરીને ખેડૂત બનેલાં બિલ્ડર દેવાંગ શાહે કરોડોનુ જમીન કૌભાંડ આચર્યુ છતાંય ભાજપ સરકાર કોઇ કાર્યવાહી કરી શકી નથી. તેનુ કારણ એ છેકે, આ બિલ્ડર્સને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું રાજકીય કવચ છે. પરિણામે આખાય કૌભાંડની ફાઇલો અભરાઇએ ચડાવી દેવાઇ છે.

નવરત્ન બિલ્ડર્સના એમડી દેવાંગ શાહે ફતાજી પરમારના પેઢીનામામાં અટક વિના માત્ર નામ લખીને એન્ટ્રી પાડી દીધી હતી. ખોટા દસ્તાવેજો આધારે ખેડૂત બનેલાં દેવાંગ શાહે ખેડૂત તરીકે બાવળામાં કેન્સવિલે ગોલ્ફ કલ્બવાળી જમીન ખરીદી અને ખેડૂત તરીકે જ આ જમીન વેચી દીધી હતી. આ જમીન ખરીદી ત્યારે ભાજપ સરકારને આ બિલ્ડર્સ પર એટલો પ્રેમ ઉભરાયો કે, આ જમીનની આસપાસ નદીનાળાં, ગામના જવાના રસ્તા સહિતની ગૌચરની જમીન પણ આપી દીધી હતી.

ખેડા કલેક્ટરે દેવાંગ શાહ ખોટી પેઢીનામા આધારે ખેડૂત બન્યા હોવાથી ડીએસપીને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો તે વખતે ૨૦૧૫માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સૂચનાથી આખીય તપાસ બંધ થઇ ગઇ હતી. એટલુ જ નહીં,તે વખતે આઇએએસ કે. શ્રીનિવાસનના હસ્તક આખીય તપાસ હતી પણ કઇં થયુ નહી. દેવાંગ શાહે કેટલીક જમીનો વેચી દીધી હતી તે વખતે કલેક્ટર આઇ.કે.પટેલ હતાં તેમ છતાંય આનંદીબેનની સૂચનાથી આ કૌભાંડની ફાઇલો પર કોઇએ હાથ અડાડયો નહીં. આમ આખોય કેસ લૂલો કરી દેવાયો છે.

કદાચ કોઇ આમ વ્યક્તિએ આ જમીન કાૌભાંડ આચર્યુ હોત તો આ ભાજપ સરકારે બિલ્ડરને જેલભેગો કરીને પ્રસિધ્ધિ મેળવી લીધી હોત.પણ ભાજપને ચૂંટણીમાં કરોડોનું ફંડ આપનાર આ બિલ્ડર્સ સામે કાર્યવાહી ન થાય તે માટે આદેશ કરાયો છે અને ૮૦૦ કરોડની જમીનો ‘શ્રી સરકારે’ કરી રાજ્ય સરકાર હસ્તક લેવાય અને ગરીબોના આવાસ બની અને શકે તેને બદલે બીલ્ડરોને કાવાદાવા કરવાનું ભાજપ દ્વારા અભિયાન ચાલી રહ્યું છે.

Related posts

સાઈબર એક્ષપર્ટે ઈન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કે અપડેપ ન કરવાની આપી ચેતવણી, તમારો ફોન થઈ શકે છે હેક

Nilesh Jethva

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજમાં ઉઘાડી લૂંટ

Nilesh Jethva

ફાર્માસિસ્ટ ડેની ઉજવણી નિમિતે જ ફાર્માસિસ્ટોએ ઓનલાઇન ફાર્મસી બંધ કરવા સરકાર પાસે કરી માંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!