GSTV
Home » News » અર્થતંત્રમાં મંદીનું કારણ નરેન્દ્ર મોદી છે બધા જ નિર્ણયો પીએમ લે છે, ઓફિસને કોઇ સમજણ જ નથી : રાજન

અર્થતંત્રમાં મંદીનું કારણ નરેન્દ્ર મોદી છે બધા જ નિર્ણયો પીએમ લે છે, ઓફિસને કોઇ સમજણ જ નથી : રાજન

દેશના અર્થતંત્રમાં આવેલી મંદી અંગે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે અને આૃર્થતંત્ર ઘોર મંદીમાં સપડાઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. તેનું મૂળ કારણ અર્થર્તંત્રનું સંચાલન વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)થી થવાનું છે.

મોદી સરકારના સમયમાં પીએમઓ વધુ પડતું શક્તિશાળી થઈ ગયું છે અને મંત્રીઓ પાસે કોઈ સત્તા જ નથી રહી. પરિણામે દેશ મુશ્કેલીમાં સપડાયો છે. એક પત્રિકામાં લખેલા લેકમાં રઘુરામ રાજને આૃર્થતંત્રમાં આવેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેના ઉપાયોની ચર્ચા કરી છે. રાજને મૂડી લાવવાના નિયમોને ઉદાર બનાવવા, ભૂમિ અને શ્રમ બજારોમાં સુધારો લાવવા તથા રોકાણ અને ગ્રોથને પ્રોત્સાહન આપવાની હાકલ કરી છે. તેમણે સરકારને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા તથા ઘરેલુ ક્ષમતામાં સુધારો લાવવા માટે વિવેકપૂર્ણ રીતે મુક્ત વેપાર સમજૂતીમાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે.

રઘુરામ રાજને કહ્યું કે આપણે ક્યાં ભૂલ થઈ તે સમજવું જરૂરી છે. આપણે વર્તમાન સરકારમાં સત્તાના કેન્દ્રીકરણને સમજવાની જરૂર છે. માત્ર નિર્ણયો જ નહીં, પરંતુ વિચારો અને યોજનાઓ અંગેના નિર્ણયો પણ વડાપ્રધાનની નજીકના કેટલાક લોકો અને પીએમઓના લોકો જ લે છે. આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે લખ્યું કે પક્ષના રાજકીય અને સામાજિક એજન્ડા માટે આ બરાબર છે, પરંતુ રાજ્ય સ્તરથી અલગ કેન્દ્ર સ્તરે આૃર્થતંત્ર કેવી રીતે કામ કરે છે તે આવા લોકોને ખબર જ નથી. આથી, આિર્થક સુધારાની બાબતમાં કામ નથી ચાલતું.

રઘુરામ રાજને યુપીએ અને આગળની સરકારોની પ્રશંસા કરતાં કહ્યું કે અગાઉની સરકારોનું ગઠબંધન ભલે ઢીલું હશે, પરંતુ તેમણે સતત અર્થતંત્રને ઉદારીકરણના માર્ગે લઈ જવાનું પસંદ કર્યું. વર્તમાન સરકારમાં મંત્રીઓના શક્તિહીન થવાની સાથે સરકારમાં વધુ પડતું કેન્દ્રીકરણ અને દૃષ્ટિકોણની ખામી પણ એ બાબત સુનિશ્ચિત કરે છે કે પીએમઓ ઈચ્છે તોજ સુધારાના પ્રયાસની પ્રક્રિયા આગળ વધે છે.

ધાર્મિક-રાષ્ટ્રીય નાયકોની મોટી મૂર્તિઓ નહીં સ્કૂલો બનાવો : રાજન

ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને સલાહ આપી કે ભારતમાં રાષ્ટ્રીય અને ધાર્મિક નાયકોની મોટી-મોટી મૂર્તિઓ બનાવવાના બદલે વધુ આધુનિક સ્કૂલો અને યુનિવર્સિટીઓ બનાવવાની જરૂર છે. મોદી સરકારના સામાજિક-રાજકીય એજન્ડા પર ટીપ્પણી કરતાં રાજને કહ્યું, રાષ્ટ્રીય અથવા ધાર્મિક નાયકોની વિશાળ પ્રતિમાઓ બનાવવાના બદલે ભારતમાં વધુમાં વધુ આધુનિક સ્કૂલો અને આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓ બનાવવાની જરૂર છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોનો માનસિક વિકાસ થશે, તેઓ વધુ સહિષ્ણુ અને એકબીજા પ્રત્યે સન્માન કરનારા બનશે. ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદ માત્ર સામાજિક તણાવ જ પેદા નહીં કરે.

READ ALSO

Related posts

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel

ભારત -ઓસ્ટ્રેલિયા: મેચ દરમ્યાન આ વિસ્ફોટક બેટ્સમેન થયો ઘાયલ, મેનજમેન્ટ ચિંતામાં

pratik shah

CAAનો વિરોધ: અલીગઢમાં 60-70 મહિલાઓની સામે કેસ દાખલ,લખનૌમાં પ્રદર્શન ચાલુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!