GSTV
Gujarat Government Advertisement

ભારતમાં મંદીનું કારણ મોદી, અર્થતંત્રનું અજ્ઞાન ધરાવતી PMO લઈ રહી છે દેશના નિર્ણય

Last Updated on December 9, 2019 by Karan

દેશના અર્થતંત્રમાં આવેલી મંદી અંગે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે અને આૃર્થતંત્ર ઘોર મંદીમાં સપડાઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. તેનું મૂળ કારણ અર્થર્તંત્રનું સંચાલન વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)થી થવાનું છે. મોદી સરકારના સમયમાં પીએમઓ વધુ પડતું શક્તિશાળી થઈ ગયું છે અને મંત્રીઓ પાસે કોઈ સત્તા જ નથી રહી. પરિણામે દેશ મુશ્કેલીમાં સપડાયો છે. એક પત્રિકામાં લખેલા લેકમાં રઘુરામ રાજને અર્થતંત્રમાં આવેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેના ઉપાયોની ચર્ચા કરી છે.

રાજને મૂડી લાવવાના નિયમોને ઉદાર બનાવવા, ભૂમિ અને શ્રમ બજારોમાં સુધારો લાવવા તથા રોકાણ અને ગ્રોથને પ્રોત્સાહન આપવાની હાકલ કરી છે. તેમણે સરકારને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા તથા ઘરેલુ ક્ષમતામાં સુધારો લાવવા માટે વિવેકપૂર્ણ રીતે મુક્ત વેપાર સમજૂતીમાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે.

રઘુરામ રાજને કહ્યું કે આપણે ક્યાં ભૂલ થઈ તે સમજવું જરૂરી છે. આપણે વર્તમાન સરકારમાં સત્તાના કેન્દ્રીકરણને સમજવાની જરૂર છે. માત્ર નિર્ણયો જ નહીં, પરંતુ વિચારો અને યોજનાઓ અંગેના નિર્ણયો પણ વડાપ્રધાનની નજીકના કેટલાક લોકો અને પીએમઓના લોકો જ લે છે. આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે લખ્યું કે પક્ષના રાજકીય અને સામાજિક એજન્ડા માટે આ બરાબર છે, પરંતુ રાજ્ય સ્તરથી અલગ કેન્દ્ર સ્તરે આૃર્થતંત્ર કેવી રીતે કામ કરે છે તે આવા લોકોને ખબર જ નથી. આથી, આિર્થક સુધારાની બાબતમાં કામ નથી ચાલતું.

રઘુરામ રાજને યુપીએ અને આગળની સરકારોની પ્રશંસા કરતાં કહ્યું કે અગાઉની સરકારોનું ગઠબંધન ભલે ઢીલું હશે, પરંતુ તેમણે સતત આૃર્થતંત્રને ઉદારીકરણના માર્ગે લઈ જવાનું પસંદ કર્યું. વર્તમાન સરકારમાં મંત્રીઓના શક્તિહીન થવાની સાથે સરકારમાં વધુ પડતું કેન્દ્રીકરણ અને દૃષ્ટિકોણની ખામી પણ એ બાબત સુનિશ્ચિત કરે છે કે પીએમઓ ઈચ્છે તોજ સુધારાના પ્રયાસની પ્રક્રિયા આગળ વધે છે.

ધાર્મિક-રાષ્ટ્રીય નાયકોની મોટી મૂર્તિઓ નહીં સ્કૂલો બનાવો : રાજન

ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને સલાહ આપી કે ભારતમાં રાષ્ટ્રીય અને ધાર્મિક નાયકોની મોટી-મોટી મૂર્તિઓ બનાવવાના બદલે વધુ આધુનિક સ્કૂલો અને યુનિવર્સિટીઓ બનાવવાની જરૂર છે. મોદી સરકારના સામાજિક-રાજકીય એજન્ડા પર ટીપ્પણી કરતાં રાજને કહ્યું, રાષ્ટ્રીય અથવા ધાર્મિક નાયકોની વિશાળ પ્રતિમાઓ બનાવવાના બદલે ભારતમાં વધુમાં વધુ આધુનિક સ્કૂલો અને આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓ બનાવવાની જરૂર છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોનો માનસિક વિકાસ થશે, તેઓ વધુ સહિષ્ણુ અને એકબીજા પ્રત્યે સન્માન કરનારા બનશે. ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદ માત્ર સામાજિક તણાવ જ પેદા નહીં કરે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!