GSTV

નસીબ ખરાબ/ ગોલ્ડ મેડલની દાવેદાર મનાતી ભારતીય શૂટર મનુ ભાકર ફાયનલમાં પણ ન પહોંચી, 20 મીનિટનો આ રીતે ગુમાવ્યો સમય

ગોલ્ડ

Last Updated on July 26, 2021 by Damini Patel

ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલની દાવેદાર મનાતી ભારતીય શૂટર મનુ ભાકેરની ગન ખરા સમયે જ બગડી ગઈ હતી. જેના કારણે ઓલિમ્પિકની ક્વોલિફાઈંગ ઈવેન્ટ દરમિયાન તેને ૨૦ મિનિટ જેટલો મહત્વનો સમય ગુમાવવો પડયો હતો. આખરે તેની પિસ્તોલ રિપેર થઈ પણ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતુ. આખરે મનુ તેની ઈવેન્ટમાં ફાઈનલમાં પણ ક્વોલિફાય થઈ શકી નહતી.

ભારતીય શૂટરોએ સતત બીજા દિવસે પણ નિરાશ કર્યા હતા. મનુ ભાકેર ૫૭૫ના સ્કોર સાથે ૧૨માં ક્રમે રહી હતી. જ્યારે યશસ્વિ દેશવાલ ૫૭૪ના સ્કોર સાથે ૧૨માં સ્થાને રહી હતી. પુરુષોની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારતના દીપક કુમાર અને દિવ્યાંશ પનવર પણ ફ્લોપ રહ્યા હતા. બંને ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જ બહાર ફેંકાયા હતા અને અનુક્રમે ૨૬માં અને ૩૨માં સ્થાને રહ્યા હતા. દીપકે ૬૨૪.૭નો સ્કોર કર્યો હતો. દિવ્યાંશે ૬૨૨.૮નો સ્કોર કર્યો હતો.

મનુ ભાકેરની પિસ્તોલની ઈલેક્ટ્રોનિક ટ્રિગરની સર્કિટમાં ખરાબી

મનુ ભાકેરના આખરી ૫૫ મિનિટમાં ૪૪ શોટ્સ બાકી હતા, ત્યારે તેની પિસ્તોલની ઈલેક્ટ્રોનિક ટ્રિગરની સર્કિટ ખરાબ થઈ ગઈ હતી. જેના રિપેરિંગમાં આશરે ૨૦ મિનિટ જેટલો સમય બરબાદ થયો હતો. જે પછી ચાર-પાંચ મિનિટનો સમય પિસ્તોલ બરોબર ચાલે છે કે નહીં તે ચકાસવામાં ગયો હતો. આખરે તેને ૪૪ શોટ્સ માટે માત્ર ૩૬ મિનિટ મળી હતી. સમય બરબાદ થવાના કારણે તનાવમા આવેલી મનુ અસરકારક દેખાવ કરી શકી નહતી અને ક્વોલિફાઈંગમાં જ બહાર ફેંકાઈ હતી.

અંગદ બાજવાને ફાઈનલમાં પ્રવેશવાની આશા

પુરુષોની સ્કીટ શૂટિંગ ઈવેન્ટમાં ભારતના અંગદ બાજવાએ ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખતાં ક્વોલિફાઈંગના ત્રીજા રાઉન્ડના અંતે ૧૧મું સ્થાન હાંસલ કર્યું હતું. તે ૭૫માંથી માત્ર બે જ નિશાન ચૂક્યો હતો. હવે સોમવારે ક્વોલિફાઈંગના આખરી બે રાઉન્ડ રમાશે. ભારતનો મૈરાજ અહમદ ખાન ૭૧ના સ્કોર સાથે ૩૦ શૂટર્સમાં ૨૫માં સ્થાને રહ્યો હતો.

Read Also

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!