GSTV

કર્ણાટકનાં કકળાટ પાછળ આ બે દિગ્ગજ નેતાની જુની દુશ્મની છે કારણભૂત

Last Updated on July 8, 2019 by

રાજકીય પંડિતોનું કહેવું છે કે કર્ણાટકમાં મોટા રાજકીય ઉલટફેરના મુખ્ય સૂત્રધાર બીજુ કોઇ નહીં પરંતુ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા છે. કારણ કે તેમની અને જેડીએસની દુશ્મનાવટ ઘણી જૂની છે.

દુશ્મનનો દુશ્મન મિત્ર હોય છે, અને કર્ણાટકની રાજનીતિમાં આ કહેવત સાચી સાબિત થતી જણાઇ રહી છે. કર્ણાટકના જે ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું છે કે તેમાં મોટા ભાગના ધારાસભ્યો સિદ્ધારમૈયા જૂથના છે. જેમાં રમેશ જારકિહોલી, મહેશ કુમટલ્લી, બીસી પાટિલ, પ્રતાપગૌડા પાટિલ, બાસવારાજ, મુનિરત્ન, અને એસટી સોમશેખર સામેલ છે. સિદ્ધારમૈયા સમર્થક આ ધારાસભ્યો હવે ભાજપની સાથે આવતા નજરે પડી રહ્યા છે.

ખડગેને લાવવા પર ભાર મુકાયો

કોંગ્રેસ અને જેડીએસના સૂત્રો મુજબ તે વાત પર ગંભીરતાપૂર્વક વિચાર ચાલી રહ્યો હતો કે સિદ્ધારમૈયાના સ્થાને વરિષ્ઠ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને લાવવામાં આવે. સિદ્ધારમૈયા કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર માટે ગળાનું હાડકુ બની ગયા છે.

આ છે સિદ્ધારમૈયાનો ભૂતકાળ!

સમગ્ર વિવાદનું મૂળ સિદ્ધારમૈયાનો ભૂતકાળ છે. સિદ્ધારમૈયા ક્યારેય પણ જેડીએસની સાથે જોડાણના પક્ષમાં ન હતા. કારણ કે તેઓ એચડી કુમારસ્વામીને પોતાના કટ્ટર દુશ્મન માનતા હતા. એક સમયે જ્યારે સિદ્ધારમૈયા જેડીએસમાં હતા ત્યારે તેઓ પાર્ટી અધ્યક્ષ એચડી દેવેગૌડાના સૌથી નિકટના વ્યક્તિ હતા. જો કે સમયની સાથે દેવેગૌડાએ પોતાના પુત્ર એચડી કુમારસ્વામીને સમર્થન આપવાનું શરૂ કરી દીધું. જેનાથી મજબૂર થઇને સિદ્ધારમૈયા કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા.

રાહુલ ગાંધીને પૂર્વ સીએમે કર્યુ આ સૂચન

તાજેતરમાં જ સિદ્ધારમૈયાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે મુલાકાત દરમિયાન સૂચન આપ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટીએ ભવિષ્ય માટે જેડીએસની સાથેનો સંબંધ તોડી લે. તેમણે ત્યાં સુધી કહી દીધુ હતુ કે જેડીએસ કોંગ્રેસ ધારાસભ્યોને કામ કરવા દેતી નથી, એટલા માટે તેમનો સાથ જાળવી રાખવો મુશ્કેલ હશે. સિદ્ધારમૈયાની આ સલાહ પર કોંગ્રેસે ધ્યાન આપ્યું નહીં. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા.

READ ALSO

Related posts

બિહાર: RJDનું ભવિષ્ય લાલુના હાથમાં : સપા સંરક્ષક મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત, ભાજપ સામે હાથ મિલાવશે

Pritesh Mehta

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari

અવળચંડાઈ/ 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ : 15 ઓગસ્ટ પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!