GSTV
Gujarat Government Advertisement

દેશની સુરક્ષા માટે અસલી ખતરો યોગી આદિત્યનાથ છે

Last Updated on February 15, 2020 by Mayur

એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફરીવાર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, યોગી દેશની સુરક્ષા માટે અસલી ખતરો છે. યોગી સરકાર જ્યારે કોઈને ડરાવવાની કોશિશ કરે ત્યારે એનએસએનો સહારો લે છે. ઓવૈસીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ છે. જ્યારે ભડકાઉ ભાષણ આપનાર ડોક્ટર કફીલ ખાને કોર્ટે જામીન આપ્યા પરંતુ તે જેલથી બહાર ન આવી શક્યા. કેમ કે, યોગી સરકારે ડોક્ટર કાફિલ પર એનએસએ હેઠળ કાર્યવાહી કરી છે. ઓવૈસીએ આ મામલે જણાવ્યુ કે, કોઈ ડોક્ટર રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો કેવી રીતે બની શકે. મહત્વપૂર્ણ છે કે, ડોક્ટર કફીલ ખાનને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જેથી જાન્યુઆરી મહિલાનમાં મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. કફીલ પર સીએએના વિરોધમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!