પેટ્રોલ પંપ પર ઉપયોગમાં લેવાયેલી રૂ.500-1000ની જૂની નોટોનો RBI પાસે કોઈ ડેટા નથી

RBI Petrol_Pump

આરબીઆઈએ આરટીઆઇના એક પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, તેની પાસે પેટ્રોલ પંપ પર ઇંધણ જેવા ઉપયોગી બિલની ચૂકવણી કરવા માટેની જૂની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનો કોઈ ડેટા નથી. તેમજ એવું માનવામાં આવે છે કે, નોટબંધીમાં આ નોટોનો ઉપયોગ બંધ કર્યા પછી કરન્સીનો આ હિસ્સો બેન્કિંગ સિસ્ટમમાં પાછો ફર્યો હતો.

૮ નવેમ્બર,૨૦૧૬ના રોજ જૂની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ બંધ થવાના નિર્ણય પછી, સરકારે ૨૩ સેવાઓમાં તેમના બિલની ચૂકવણી કરવા માટે તેમજ આ જૂની નોટનો ઉપયોગ કરવા માટેની મંજૂરી આપી હતી. સરકારે સરકારી હોસ્પિટલ, રેલવે ટિકીટ, જાહેર પરિવહન સેવાઓ, એરપોર્ટ પર એરલાઈન ટિકીટ, દૂધ મથકો, પેટ્રોલ પંપ, મેટ્રો રેલ ટિકિટ, ડોકટરના પ્રિસ્ક્રિપ્શન હેઠળ સરકારી અને પ્રાઈવેટ ફાર્મસીથી દવા ખરીદવા, એલપીજી ગેસ સિલિન્ડર, રેલ્વે કેટરિંગ, વીજળી અને પાણી બિલ, એએસઆઈ સ્મારક એન્ટ્રી ટિકિટ વગેરે સ્થળો પર રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ આ બંને નોટોનો ઉપયોગ કરવાની તેમજ સ્વીકારવાની મંજૂરી આપી હતી.

૨૫ નવેમ્બર ૨૦૧૬ના રોજથી જૂની નોટોનું એક્સચેન્જ બંધ થઈ ગયું હતું અને સરકારે ૧૫ ડિસેમ્બર ૨૦૧૬ સુધી આ સેવાઓ ક્ષેત્રોમાં ૫૦૦ રૂપિયાની નોટોનો ઉપયોગ કરવા માટેની પરવાનગી આપી હતી. રાઈટ ટુ ઈન્ફોર્મેશન(આરીટીઆઈ)નો જવાબ આપતાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, ઉપયોગી બિલની ચૂકવણી માટે ઉપયોગમાં લેવાયેલ આ નોટોનો અમારી પાસે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ કુલ રૂ.૧૫.૪૧ લાખ કરોડની રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બજારમાં સર્ક્યુલેશન કરી રહી હતી, જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી, ત્યારે રૂ.૧૫.૩૧ લાખ કરોડની કુલ કરન્સી બેન્કમાં ફરીથી પ્રાપ્ત થઈ હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter