1 રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ RBI કરે છે આટલો ખર્ચ, બીજા સિક્કા પાછળ પણ….

દેશમાં પાછલા દશકના સિક્કાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. હવે સિક્કાથી બહુ ઓછી વસ્તુઓ ખરીદી શકાય છે. ખાસ કરીને ઓછા મૂલ્યવાળા સિક્કાથી જોકે ઘણી વખત પરચૂરણની તંગી પણ સર્જાતી હોય છે.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 1.11 રૂપિયાનો ખર્ચ થાય છે. આરટીઆઈ અંતર્ગત મળેલી જાણકારી મુજબ આ જાણકારી મળી છે. ભારતીય સરકારી ટંકશાળ મુંબઈ તરફથી જવાબ મળ્યો કે હાલના સમયમાં 10, 5, 2 અને 1 રૂપિયાના સિક્કા તૈયાર કરવામાં આવે છે.

હૈદરાબાદ ટંકશાળની જાણકારી મુજબ પ્રતિ એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 1 રૂપિયો 11 પૈસાનો ખર્ચ આવે છે. જ્યારે 2 રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 1 રૂપિયો 28 પૈસા, 5 રૂપિયાનો સિક્કા પાછળ 3 રૂપિયા 69 પૈસા જ્યારે 10 રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 5 રૂપિયા 54 પૈસા ખર્ચ આવે છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter