GSTV
Home » News » 37 શાળાઓ બંધ કરવાના પ્રયાસો, વાલીઓએ કહ્યું, આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો

37 શાળાઓ બંધ કરવાના પ્રયાસો, વાલીઓએ કહ્યું, આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો

આદિવાસીઓના વિકાસ માટે અને ખાસ કરીને શિક્ષણ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાની 37 વર્ગ શાળાઓને બંધ કરી તંત્ર દ્વારા નજીકની શાળાઓમા મર્જ કરવાની તૈયારી કરવામાં આવી છે. વાંસદાની શાળાઓમાં ભણતા અંદાજે 3 હજાર બાળકોના વાલીઓમાં સરકાર સામે આક્રોશ છે અને આજે વાંસદા કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી શાળાઓ બંધ ન થાય એવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.

ભારત સરકારે દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મળે એના માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગામડે ગામડે આપણી શાળા શરૂ કરી હતી. જોકે ખાનગી શાળાઓના ક્રેઝ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. જેને કારણે શિક્ષણ વિભાગ દ્વારા ગામડાઓમા ચાલતી વર્ગ શાળાઓને બંધ કરી નજીકની શાળામાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં ચાલતી 37 વર્ગ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થવાને કારણે તમામ શાળાઓને બંધ કરી તેને નજીકની શાળાઓમાં મર્જ કરવામાં આવશે.

જેની જાણ થતા જ 37 ગામોના વાંસદાની ભૌગોલિક પરિસ્થિતીને કારણે બાળકો અન્ય શાળામાં જઇ ન શકે એવી સ્થિતિ સર્જાશે અને આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવાના સરકારના પ્રયાસો હોવાના આક્ષેપો સાથે વાલીઓ અને આગેવાનોએ શિક્ષણ વિભાગના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં હનુમાન મંદિરથી સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. બાદમાં વાંસદા મામલતદાર કારચેરીએ પહોંચી વર્ગ શાળાઓને બંધ ન કરવામાં આવે એવી માંગ સાથે વાંસદા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ. સાથે જ જો 15 દિવસમાં હકારાત્મક નિર્ણય ન આવે તો મામલતદાર કચેરી બહાર ધારાસભ્યએ વાલીઓ સાથે પ્રતિક ધરણા યોજવાની ચિમકી ઉચ્ચારી હતી.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!