સુરત મહાનગર પાલિકાના કુલ આઠ ઝોનમાં માવા વિક્રેતાઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચંદી પડવાના તહેવારને લઇ માવાના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના ભાગળ સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલા માવાના વિક્રેતાઓને ત્યાં ચેકીંગ હાથ ધરી સેમ્પલો લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલો પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચંદી પડવાના તહેવાર નિમિત્તે ઘારીમાં વપરાતા હલકી કક્ષાના માવાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
READ ALSO

- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો