GSTV
India ટોપ સ્ટોરી

કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યનો સવાલ, રામમંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે?

ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન રોશન બેગે સવાલ કર્યો છે કે રામમંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે? તેમણે કહ્યુ છે કે મુસ્લિમો પોતાના હિંદુ ભાઈઓની ભાવનાઓનું પણ સમ્માન કરે છે. રામમંદિર મુદ્દા પર વટહુકમ લાવવાના કથિત પ્રયાસ મામલે ભાજપ પર નિશાન સાધતા રોશન બેગે સવાલ કર્યો છે કે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર ગત સાડા ચાર વર્ષથી શું કરી રહી હતી?

કોંગ્રેસના ધારાસભ્ય રોશન બેગે કહ્યુ છે કે રાજસ્તાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં ચૂંઠણીનો માહોલ છે અને અચાનક જ ભાજપે રામમંદિર સંદર્ભે વાત કરવાની શરૂ કરી છે. 2019માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. માટે ભાજપ આના સંદર્ભે વાત કરી રહ્યું છે. રોશન બેગે સવાલ કર્યો છે કે જ્યારે મામલો અદાલતની સામે છે. તો તેઓ વટહુકમ લાવવાની વાત કરી રહ્યા છે. ગત સાડા ચાર વર્ષથી તેઓ શું કરી રહ્યા હતા? તેમણે કહ્યુ છે કે ઈંધણની કિંમતોમાં વધારો, જીએસટી, નોટબંધી, બેરોજગારીની અસર છે. લોકો ખુશ નથી માટે ભાજપ રામમંદિરનો મામલો ઉઠાવી રહ્યું છે. લોકો આનાથી ઉબાઈ ચુક્યા છે.

કોંગ્રેસના નેતા રોશન બેગે કહ્યુ છે કે તેમણે કહ્યુ હતું અને પુનરોચ્ચાર કરી રહ્યા છે કે રામમંદિર ભારતમાં નહીં બને તો શું પાકિસ્તાનમાં બનશે? મુસ્લિમો હિંદુ ભાઈઓની ભાવનાઓનું સમ્માન કરે છે. તેમણે કહ્યુ છે કે બહુ થઈ ચુક્યું છે. ચૂંટણી પહેલા સમાજના ધ્રુવીકરણની કોશિશ કરવામાં આવે નહીં. તેઓ ચાહે છે કે હિંદુ અને મુસ્લિમ શાંતિથી રહે. આ મુદ્દો કેટલો ખેંચવામાં આવશે?

Related posts

મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ

Karan

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan

શિવસેના સામે બળવાખોરો કાનૂની રીતે લડી લેવાના મૂડમાં, જૂથને માન્યતા માટે હાઈકોર્ટનો આશરો લેવાની શિંદેની હિલચાલ

Binas Saiyed
GSTV