GSTV
Home » News » આ નક્ષત્ર ગણાય છે નક્ષત્રોનો રાજા, સોનુ-ચાંદીની ખરીદી માટે આ બે દિવસો છે શ્રેષ્ઠ

આ નક્ષત્ર ગણાય છે નક્ષત્રોનો રાજા, સોનુ-ચાંદીની ખરીદી માટે આ બે દિવસો છે શ્રેષ્ઠ

પુષ્યનક્ષત્રને ખરીદી માટે ઉતમ ગણવામા આવે છે. આ વર્ષે બે દિવસ સોમવાર સાજથી મંગળવાર સાંજ સુધી પુષ્ય નક્ષત્ર હોવાથી અન્ય બજારની જેમ સોના-ચાંદી બજારમા ભીડ જોવા મળી. જોકે મંદીને કારણે વેપારીઓ કેટલુ વેચાણ થશે તેને લઇને ચીંતીત છે. કેટલાક દિવસો એવા હોય છે જે કોઇ પણ વસ્તુની ખરીદી માટે શુભ માનવામા આવતા હોય છે. આવો એક દિવસ પુષ્ય નક્ષત્રનો દિવસ છે. જોકે આ વખતે બે દિવસ પુષ્યનક્ષત્રનો સંયોગ જોવા મળ્યો છે. સામવારે સાંજે 5.32થી મંગળવાર સાંજના 4.39 સુધી આ નક્ષત્ર રહેશે. આમ બે દિવસ સોના-ચાંદીના વેપારીઓને ત્યાં ભીડ જોવા મળશે.

પુષ્ય નક્ષત્ર નક્ષત્રનો રાજા છે. દીવાળી પહેલા આવતા આ શુભ દિવસે સોના-ચાંદી ખરીદવાની પરંપરા છે. જેને કારણે ગુજરાતના અન્ય શહેરની જેમ અમદાવાદના જવેલર્સને ત્યાં ભીડ જોવા મળી. આ દિવસે સોની વેપારીઓ ખાસ ઓફર પણ રાખતા હોય છે. ગ્રાહકો દ્વારા નાની–મોટી વસ્તુ ખરીદી શુકન કરવામા આવે છે. તો થોડા દિવસો બાદ લગ્નગાળો શરુ થશે. જે ધરમા લગ્ન લેવાના હોય તેવા લોકો આ શુભ દિવસે જવેલરી ખરીદી કરવાનુ પસંદ કરે છે. એવુ કહેવાય છે કે પુષ્ય નક્ષત્રમાં ખરીદવામાં આવેલી સોના સહિતની કોઈપણ વસ્તુ હંમેશા સ્થિર રહે છે. આમ તો સોના-ચાંદી-ડાયમંડ તેમજ ઇમીટેશન જ્વેલરી વગેરે મનપસંદ વસ્તુની ખરીદી કરવામા આવે છે પરંતુ સૌથી વધુ માંગ સોનાની રહેછે કારણકે સોનુ રોકાણ કરવા માટે શ્રેષ્ઠ માનવામા આવે છે.એમા પણ ગોલ્ડ કોઇન અને લગડી વધુ પસંદ કરવામા આવે છે.

પુષ્ય નક્ષત્રના દિને સામાન્ય દિવસો કરતા વધુ ઘરાકી જોવા મળે છે. પરંતુ સોનામા જે રીતે ભાવ વધારો થયો છે. તેની અને મંદીની અસર પણ જોવા મળી. વેપારીઓનુ માનીએ તો હાલ મંદીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષે આ સમયમા સોનુ 32 હજાર હતુ. જે હાલ 39 હજાર પહોચ્યુ છે. ભાવ વધારાની અસર અને મંદીને કારણે વેચાણ કેટલુ થશે તે અંગે વેપારીઓ ચીંતીત છે. સોના-ચાંદીના વેપારીઓને ત્યાં પુષ્ય નક્ષત્રના પ્રથમ દિવસે દર વર્ષ કરતા ઓછી ધરાકી રહી જોકે બજારમા કેટલો ફેર પડ્યો છે. કેટલા રુપિયાનુ વેચાણ થાય છે તે તો મંગળવારે ખબર પડશે.

READ ALSO

Related posts

તપેલું કે ડોલ જે હાથમાં આવ્યું તે લઈને લોકો દોડ્યા, આ એક્સિડન્ટ થતાં લાઈનો લગાવનાર તમામ થઈ ગયા ખુશખુશ

Mayur

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!