GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

હેલમેટ કરતાં પણ મોટી મુસીબત PUCની હતી, જેનો રૂપાણી સરકાર આ રીતે લઈ આવી ઉકેલ

નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત નવા લાગુ થયેલા ટ્રાફિક કાયદામાંથી કેટલાક નિયમ પર સરકારે બ્રેક લગાવી દીધી છે. રાજ્યભરમાં નવા ટ્રાફિક નિયમ લાગુ થયા તે દિવસથી ચારે કોરથી વિરોધ શરૂ થયો. તેવામાં સંવેદનશીલ રૂપાણી સરકારે કેટલાક નિયમો પર હાલ પુરતી બ્રેક લગાવી વાહનચાલકોને રાહત આપી છે.

હેલ્મેટ

ખાસ કરીને વાત કરવામાં આવે હેલ્મેટની તો, હેલ્મેટ ધારકોને આગામી 15 ઓક્ટોબર સુધી રાહત મળી છે. સરકારે 15 ઓક્ટોબર સુધી ફરજિયાત હેલ્મેટના કાયદામાં બ્રેક લગાવી છે. નવા ટ્રાફિક કાયદામાં હેલ્મેટ વિના વાહન ચલાવનારને એક વખતમાં પાંચસો રૂપિયા જેટલા દંડની જોગવાઈ હતી. કાયદો લાગુ થયા બાદ હેલ્મેટની કાળાબજારી પણ શરૂ થઈ હતી. કેટલાક લોકોએ માથે ઉંધા હેલ્મેટ મુકી તો કેટલાકે માથે હેલ્મેટની જગ્યાએ તપેલીઓ મુકીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો.

આજે રાજકોટમાં તો વેપારીઓએ અડદા દિવસનો બંધ પણ પાળ્યો અટકાયત પણ વહોરી. તેવામાં આજની કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે વાહનચાલકોને હેલ્મેટમાં રાહત આપવામાં આવે અને આગામી 15 ઓક્ટોબર સુધી ફરજીયાત હેલ્મેટ પર રોક લગાવી એટલું જ નહી ટુ-વ્હીલર વિક્રેતાઓ એ પણ નવું ટુ-વ્હીલર ખરીદનારાઓને ફરજીયાત મફતમાં આઈએસઆઈ માર્કાવાળુ હેલ્મેટ આપવુ પડશે તેવી સૂચના આપી છે.

પીયુસી

રાજ્ય સરકારે પીયુસી સેન્ટર પર લાંબી કતારો જોવા મળે છે. તેને લઈને પણ મહત્વનો નિર્ણય કરતા આ નિયમમાં વધુ 15 દિવસની રાહત આપી છે. રાજ્યમાં 900 નવા પીયુસી સેન્ટર ખોલવા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ કરાશે તેમ જાહેરાત કરી છે. આમ રાજ્યમાં ટ્રાફિકના નવા કાયદા લાગુ થયા બાદ જોવા મળેલા રોષ સામે સરકાર ઝુકી છે.

READ ALSO

Related posts

આ ATMમાં પૈસા ઉપાડવાના નહીં નાખવાના, બદલામાં મળશે પાણી-પુરી! જુઓ આ ગજબ મશીનનો Video

Arohi

હવે ચીની બ્રાન્ડના સ્માર્ટફોનને તણાવનો લાગ્યો ઝટકો, ભારતમાં આટલા ટકા ઘટી જશે વેચાણ

Dilip Patel

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!