GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ભારતના આ રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર, તોડ્યો 75 વર્ષનો રેકોર્ડ

દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિતના અનેક રાજ્યો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીના કારણે અનેક શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વધી રહેલી ગરમીએ 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં ગરમી સાથે લૂનું પ્રમાણ વધશે. રાજધાની દિલ્હીમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. જેથી લોકો ગરમીથી બચાવ માટે શરબત અને ફ્રૂટનું સેવન કરી રહ્યા છે.

દિલ્હી બાદ ઉત્તર પ્રદેશના લખનઉ, ગોરખપુર અને કાનપુરમાં પણ સતત ગરમી વધી છે. એમપી બાદ રાજધાની ભોપાલમાં પણ ભયંકર ગરમી પડી રહી છે. ગરમી અને લૂંથી બચવા માટે લોકો સુતરાઉ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. ભોપાલ બાદ ગ્લાવિયર, જબલપુર, સાગર, દમોહ અને ટીકમગઢમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે.

ગરમીના કારણે તેલંગાણામાં સૌથી વધારે લોકોના મોત થયા છે. જ્યા ગરમી અને લૂના કારણે 17 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આઠ અને આંધ્ર પ્રદેશમાં ત્રણ લોકોના મોત થયા છે. હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધશે જે બાદ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીમાંથી આંશીક રાહત મળી શકે છે.

READ ALSO

Related posts

કોંગ્રેસ માટે કોરોનામાં કપરોકાળ : રાજ્યસભાની ચૂંટણી પડી ભારે, 7 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

Karan

શું કેરી ખાઈને “‘કેકે’” જ કરી રહ્યા છે કાળા કામની કળા.? ધાનાણી અને ચાવડાનાં IAS અધિકારીઓ પર ગંભીર આક્ષેપો

pratik shah

નિસર્ગ વાવાઝોડામાં ફસાયા રવિ શાસ્ત્રી, જાહેર કર્યો ખરતનાક Video

Arohi
Do NOT follow this link or you will be banned from the site!