અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વિરૂદ્ધ હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા રજૂ કરવામાં આવેલા કારણોને મજાક ગણાવ્યા હતાં. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે પોતાના ડેમોક્રેટિક હરીફ જો બાઇડેનને નુકસાન પહોંચાડવા માટે વિદેશી શક્તિઓનો ઉપયોગ કરી પોતાના પદનો દુરૂપયોગ કર્યો છે.

હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના અધ્યક્ષ નેન્સી પેલોસીએ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પના કાર્યકાળની કાર્યવાહીઓ રાષ્ટ્રપતિ પદના શપથ પ્રત્યે દુર્લક્ષ, આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ અને અમારી ચૂંટણીની અખંડતા સાથે વિશ્વાસઘાત દર્શાવે છે.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર જેલેન્સ્કી સમક્ષ બાઇડેન વિરૂદ્ધ તપાસ શરૂ કરવા વારંવાર અપીલ કરીને પોતાના પદનો દુરૂપયોગ કર્યો હતો. ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા છે પણ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલ ટ્રાન્સ્ક્રિપ્ટમાં આ વાતને સમર્થન મળે છે.

ટ્રમ્પે પોતાની વિરૂદ્ધ મહાભિયોગ પ્રક્રિયા શરૂ થયા પછીની પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ મારી પાછળ હાથ ધોઇને પાછળ પડી ગયા છે. જે મુદ્દે મારી વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે એક મજાક છે. તેમણે જણાવ્યું હતું કે મહાભિયોગ શા માટે? કારણકે તમે ફોન પર સારી રીતે વાત કરી?

ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણેય યુક્રેન પર કોઇ દબાણ નાખ્યું નથી. જેલેન્સ્કીએ પણ આ જ દાવો કર્યો છે. જો કે કોલ ટ્રાન્સ્ક્રિપ્ટ જાહેર થયા પછી ટ્રમ્પ વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી ગઇ છે. સેનેટર મિન રોમનીએ આ વાતચીતને અત્યંત હેરાન કરનારી ગણાવી છે.

કોલ ટ્રાન્સ્ક્રિપ્ટ અનુસાર ટ્રમ્પ યુક્રેનના પ્રમુખને જણાવી રહ્યાં છે કે બાઇડેન અને તેમના પુત્રની વિરૂદ્ધ યુક્રેન સંબધી ગતિવિિધઓની તપાસના સંદર્ભમાં અમેરિકાના એટર્ની જનરલ બિલ બર્ર અને અમેરિકન પ્રમુખના અંગત વકીલ રૂડી ગુઇલિયાની સંપર્કમાં રહેશે.

જો કે આ માહિતીથી એ સ્પષ્ટ થતું નથી કે બાઇડેનની વિરૂદ્ધ તપાસ અને યુક્રેનને આપવામાં આવેલ સહાયની વચ્ચે કોઇ સ્પષ્ટ સંબધ છે. જો કે જેલેન્સ્કી અને ટ્રમ્પે મોટા સહાયતા પેકેજ પર વાત કરી હતી જેને અગાઉ રોકી લેવામાં આવ્યું હતું અને તાજેતરમાં જારી કરવામાં આવ્યું છે.
READ ALSO
- પુત્ર કપુત્ર નીકળ્યો / પિતાના અંતિમ સંસ્કાર માટે પુત્રએ માંગ્યા રૂપિયા, પુત્રીએ કર્યા અગ્નિસંસ્કાર
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”