GSTV
Home » News » મગફળી વહેંચવા બે દિવસ સુધી ભુખ્યાને તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબુર ખેડૂતો

મગફળી વહેંચવા બે દિવસ સુધી ભુખ્યાને તરસ્યા લાઈનમાં ઉભા રહેવા મજબુર ખેડૂતો

જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા ચાલુ છે. ત્યારે શરૂઆતના તબક્કામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી તૈયાર ન થઈ હોવાના કારણે ખેડૂતો યાર્ડ ખાતે આવતા ન હતા. હવે ખેડૂતો મગફળી વેચવા યાર્ડ ખાતે આવે તો છે. પરંતુ ખેડૂતો બે બે દિવસથી લાંબી કતારોમાં ઉભતા હોવા છતાં તેમનો વારો આવતો નથી. ખેડૂતો દિવસ અને રાત ભૂખ્યા તરસ્યા યાર્ડ ખાતે પોતાની મગફળી વહેંચવા કતારોમાં ઊભા છે.

તો બીજી તરફ તંત્ર દ્વારા ખરીદી પ્રક્રિયા સાવ સરળતાથી ચાલતી હોવાનું જણાવવામાં આવ્યું. જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે તેટલા ખેડૂતોની દરરોજ મગફળીની ખરીદી કરવામાં આવે છે. તો ખેડૂતોની મગફળી લઈને આવતા ગાડી વાળાઓ પણ રાડો પાડી રહ્યા છે. કે બે બે દિવસ સુધી મગફળી ખાલી કરવામાં ન આવે તો તેમને એક દિવસના ગાડી ભાડામાં બે દિવસ સુધી રોકાઈ રહેવું પડે છે.

READ ALSO

Related posts

શું તમે સંપૂર્ણ ઉંઘ નથી લેતા, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બિમારી

pratik shah

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!