GSTV
Cricket Sports Trending

IND vs AUS: પાંચ બોલરની સમસ્યા ભારત માટે જોખમી બની રહી છે, આ ઓપનરે ઉપાય સૂચવ્યો

ટેસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ભલે સિરીઝ જીતી લીધી હોય પરંતુ તેની બોલિંગની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વન-ડે અને ટી20માં ભારતીય બોલર્સે ઘણા રન આપી દીધા છે. ટેસ્ટ સિરીઝમાં આ સમસ્યા ભારત માટે ઘાતક પુરવાર થઈ રહી છે. ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર આકાશ ચોપરાનું માનવું છે કે પાંચ બોલરની સમસ્યા ભારત માટે જોખમી બની રહી છે. જોકે ચોપરાએ તેમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ દર્શાવ્યો હતો.

આકાશ ચોપરાએ જણાવ્યો બોલરની સમસ્યાનો ઉપાય

આકાશ ચોપરાએ કહ્યું હતું કે ભારતની બોલિંગની સમસ્યા છે. આ સમસ્યા સાધારણ છે. પાંચ બોલર સાથે રમશે તો સમસ્યા થવાની જ છે. કારણ એ છે કે કોઈ બોલરનો સારો દિવસ ન હોય તો પણ તમારે તેની પાસે બોલિંગ તો કરાવવી જ પડશે. જેમ બીજી ટી20માં ચહલ સાથે બન્યું હતું. ક્યારેક કોઈ બોલર પાસે ચાર ચાર સ્પેલમાં બોલિંગ કરાવવી પડે છે.

બોલર

કોઈ સારી બોલિંગ કરે છે તો કોઈ નથી કરતો. પણ બોલિંગ તો કરાવવી જ પડે છે તેમ કહીને ચોપરાએ કહ્યં હતું કે મારો કહેવાનો અર્થ એ છે કે બોલિંગના વિકલ્પની સમસ્યા જોવા મળી રહી છે.આકાશ ચોપરાએ તામિલનાડુના ઝડપી બોલર ટી. નટરાજનની ખૂબ પ્રશંસા કરી હતી. તેના વિશે કહ્યું કે તે યોર્કર કિંગ છે. યોર્કર એક્સપર્ટ છે. યોગ્ય દિશામાં બોલિંગ કરે છે. લેફ્ટ બોલ, સ્લો બોલ, બાઉન્સર તમામમાં તે એકદમ પરફેક્ટ છે.

Read Also

Related posts

દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ

Damini Patel

શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય

Hemal Vegda

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan
GSTV