GSTV
Home » News » આ જેલમાં કેદીઓ પાસે મોબાઈલ પણ છે, તેઓ બેફામ બનીને વીડિયો પણ બનાવે છે

આ જેલમાં કેદીઓ પાસે મોબાઈલ પણ છે, તેઓ બેફામ બનીને વીડિયો પણ બનાવે છે

સુરેન્દ્રનગર સબજેલ છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચામાં રહી છે. અને અવારનવાર જેલમાં ચેકીંગ દરમિયાન કેદીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વસ્તુઓ મોબાઈલ, સિમકાર્ડ, ચાર્જર જેવી મળી આવવાના બનાવો બની રહ્યાં છે. જેમાં એક વિડીયોમાં કેદીઓ બિંદાસ રીતે જેલમાં ભજન અને ધ્રુમપાન કરતા નજરે પડે છે.

જયારે બીજા વીડિયોમાં જેલમાં કેદીઓને ઊંચા ભાવ લઇ પાન-મસાલા, મોબાઈલ, ઈંગ્લીશ દારૂ જેવી ગેરકાયદેસર અને પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવામાં આવતી હોવાનો અને ખોટી રીતે મારમારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેલરે કહ્યું કે આમાં કોઈ કેદી કે કર્મચારી જવાબદાર હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સબજેલમાં એક જ અઠવાડિયામાં કેદીઓ અને જેલ હવાલદાર વચ્ચે મારામારીના બે બનાવો બન્યા હતા. જેમાં બે કેદીઓ સુરેશભાઈ ભગુભાઈ અને ઓમદેવસિંહ પરમારે નવા કેદીને પોતાના બેરેકમાંથી રાખવા અંગે જેલ હવાલદાર ભુપતભાઇ ચૌહાણ સાથે દાદાગીરી કરી જેલરનો કોલર પકડ્યો હતો. આ બનાવ અંગે બંને કેદીઓ સામે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ બીજે દિવસે સબજેલમાં ચેકીંગ દરમિયાન અન્ય કેદીઓ પાસેથી મોબાઈલ અને ચાર્જર પણ મળી આવ્યું હતું.

આ બનાવ બાદ તરત જ રોષે ભરાયેલ કેદીઓ દ્વારા જેલની અંદરથી જ બે વિડીયો વાયરલ કર્યા હતા. ઘણી જેલોમાં બેરેકોમાંથી મોબાઈલ ફોન ચાર્જર સહિતની પ્રતિબંધીત ચીજ વસ્તુઓ મળી આવે છે. ત્યારે જેલતંત્રના કેટલાક કર્મચારીઓની રહેમનજર સિવાય શક્ય નથી.

Related posts

દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

Mansi Patel

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva

પરિણીતી ચોપરાએ કર્યો ખુલાસો, સ્કૂલમાં હતી ત્યારે છોકરાએ ર્સ્ક્ટ ઊંચો કરીને….

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!