GSTV
India News Trending

જામીન મળ્યા બાદ તરત જ જેલમાંથી બહાર આવશે કેદી, ચીફ જસ્ટિસે લોન્ચ કરી ‘FASTER’ એપ

કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ એન વી રમનાએ ગુરુવારે ‘ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ’ (FASTER) સોફ્ટવેર લોન્ચ કર્યું હતું. મુખ્ય ન્યાયાધીશે ગુરુવારે સવારે ૧૦ વાગ્યે સોફ્ટવેરને વર્ચ્યુઅલ રીતે લોંચ કર્યું હતું. ચીફ જસ્ટિસે આ માટે જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ જે ખાનવિલકર અને જસ્ટિસ ગુપ્તાનો આભાર માન્યો હતો. ચાલો અમે તમને જણાવીએ કે ‘FASTER’ સોફ્ટવેર દ્વારા કેદીઓની મુક્તિ પ્રક્રિયા કેવી રીતે ઝડપી બનાવવામાં આવશે?

મુક્તિ પ્રક્રિયા કેટલી ઝડપી હશે?

વાસ્તવમાં કેદીઓને જામીન મળ્યા બાદ આદેશની નકલ જેલ પ્રશાસન સુધી પહોંચતા ઘણો સમય લાગે છે, જેના કારણે કેદીઓની મુક્તિમાં 2-3 દિવસનો વિલંબ થાય છે. ઓર્ડરની નકલ ‘FASTER’ મારફતે ઇલેક્ટ્રોનિક મોડમાં ઝડપથી અને સલામત રીતે મોકલવામાં આવશે. કેદીઓને છોડવામાં વાર નહીં લાગે.

હાઇકોર્ટ

આ સિસ્ટમ શરૂ કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, જુલાઈમાં એક ન્યુઝપેપરમાંથી ખબર મળી હતી કે, સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ ત્રણ દિવસ સુધી કેદીને જેલમાંથી છોડવામાં આવ્યો નહોતો કારણકે, કોર્ટની કોપી જેલમાં પહોંચી નહોતી. તેથી, જ પછી આ સિસ્ટમ શરૂ કરવાનું વિચારવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બરમાં આપ્યો હતો આદેશ :

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આદેશોની કોપી ઝડપથી પહોંચાડવા માટે ઈલેક્ટ્રોનિક સિસ્ટમ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. રમણાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ સિસ્ટમ પર કામ કરવાનું સૂચન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સિસ્ટમ સોફ્ટવેર લોન્ચ કર્યું હતું, જેથી કોર્ટનો આદેશ અને નિર્ણયો તાત્કાલિક સંબંધિત જેલ સત્તાવાળાઓ અને ઉચ્ચ અદાલતોને મોકલી શકાય.

અધિકારીઓ ઇ-મેઇલ સાથે જોડાશે :

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ‘FASTER’ માટે ૭૩ નોડલ અધિકારીઓને નામાંકિત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓને ચોક્કસ ન્યાયિક સંચાર નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અધિકારીઓ એક મેઇલ દ્વારા અન્ય ન્યાયિક અધિકારીઓ અને જેલ વહીવટ સાથે જોડાશે. નોડલ અને અન્ય અધિકારીઓના 1887 ઈમેલ આઈડી બનાવવામાં આવ્યા છે.

Read Also

Related posts

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil

ઓસ્ટ્રેલિયા / સુપરસ્ટાર ઓફ એસટીઈએમમાં ભારતીય મૂળની 3 મહિલાઓની પસંદગી કરવામાં આવી

Akib Chhipa

દિલ્લી / MCDની ચૂંટણીમાં ભાજપ-આપ નેતાઓ વચ્ચે અંગત આક્ષેપોની બોલબાલા

Nakulsinh Gohil
GSTV