GSTV

કેદીએ ગૂગલ પર પોલીસ સ્ટેશનને આપ્યા 4 સ્ટાર, રિવ્યૂમાં લખ્યુ- ચોખ્ખી જગ્યા છે, જીવનમાં એકવાર જરૂર જજો

Last Updated on November 30, 2019 by Mansi Patel

જેલ જેવી જગ્યાને કદાચ જ કોઈ સારી જગ્યા ગણાવી શકે છે. જેલનું નામ સાંભળતા જ લાગે છે કે  તે એક નાનકડી અંધારી ઓરડીમાં રહેવું પડશે, જ્યાં ફરવાની કોઈ આઝાદી હોતી નથી. જ્યારે અમુક જેલો અપવાદનાં રૂપમાં પણ છે. દુનિયામાં મેક્સિકોની જેલોને સ્વર્ગ ગણવામાં આવે છે. દિલ્હીની તિહાર જેલમાં પણ કેદીઓ પણ મોજ-મસ્તીભર્યો સમય વિતાવે છે. પરંતુ સૌથી વધારે લોકો પોલિસ સ્ટેશન જવાના નામ પર પણ કાંપી ઉઠે છે. જે લોકોએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડે છે. તેમને એક અંધારી નાનકડી ઓરડીમાં રાખવામાં આવે છે. પરંતુ તામિલનાડુની રાજધાની ચેન્નઈના તિરૂમુલ્લિયાવોયલ ટી 10 પોલીસ સ્ટેશનનું એક શખ્સે ગૂગલ પર સારો રિવ્યૂ આપ્યો છે. અને તેને 4 સ્ટાર આપ્યા છે. રવિમાનથા નામનાં આ માણસે ગૂગલ મેપ્સ પર તેનો રિવ્યૂ ઠીક એ રીતે જ આપ્યો છે. જેમ કે હોટલનો રિવ્યૂ કર્યો હોય. તેનું એવું પણ કહેવાનું હતુકે, જીવનમાં એક વાર તો અહીં જરૂર આવવું જોઈએ.

ગાઈડ છે રવિ

રવિ ચેન્નાઈમાં ગાઈડનું કામ કરે છે. તેને ચેન્નાઈમાં અડધી રાત્રે સાચા કાગળ વગર બાઈક ચલાવતા પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને અહીં રાખવામાં આવ્યો હતો. પરંતુ રવિએ રિવ્યૂમાં પોલીસ સ્ટેશન વિશે લખ્યુકે, આ બહુજ ચોખ્ખી જગ્યા છે અને મેઈન રોડ પર સ્થિત છે. અહીં તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ નથી. અધિકારીઓએ તેને પરેશાન કર્યો નથી અને તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેણે આ રિવ્યૂને ટ્વીટ પણ કર્યો છે. ત્યારબાદ થોડા લોકોએ તે પોલીસ સ્ટેશનનો રિવ્યૂ કર્યો હતો.

શ્રીલંકામાં છે આ પ્રકારનાં રિવ્યનો ટ્રેંડ

ઉલ્લેખનીય છેકે, પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનાં રિવ્યૂ કરવાનો ટ્રેંડ શ્રીલંકામાં વધારે છે. થોડા સમય પહેલાં કોલંબોમાં વિઝેસેકારા પાથુર્જન નામનાં એક શખ્સે કોલ્લુપિતિયા પોલીસ સ્ટેશનનો રિવ્યૂ કર્યો હતો. તેમાં તેણે લખ્યુ હતુકે, પોલીસ સ્ટેશનમાં તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે. તેણે એવું પણ લખ્યુ હતુકે, પોલીસ સ્ટેશનમાં તેનો અનુભવ બહુજ સારો રહ્યો હતો. કદાચ તેનાથી પ્રભાવિત થઈને રવિએ પોલીસ સ્ટેશનનો રિવ્યૂ ગૂગલ પર કર્યો હતો. જે વાયરલ થઈ ગયો છે.

READ ALSO

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!