GSTV

કોંગ્રેસના શાસનમાં GDP 3.5 ટકા હતી કહી પ્રધાનમંત્રીએ પોતાની કામગીરીના વખાણ કર્યા

Last Updated on December 20, 2019 by Mayur

નાગરિકતા સંશોધન કાયદા અંગે દેશમાં થઈ રહેલા વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદીએ દિલ્હીના એસોચેમના એક કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, દેશ માટે કામ કરવામાં જનતાનો ગુસ્સો સહન કરવો પડે છે, ઘણા લોકોની નારાજગી સહન કરવી પડે છે. પીએમ મોદીએ આ વાત અર્થવ્યવસ્થા, GST અને ઈઝ ઓફ ડુંઈગની રેકિંગ અંગે કહી હતી. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, તમારી સો વર્ષની યાત્રામાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હશે, ઘણા લોકોએ તેનું નેતૃત્વ કર્યુ હશે દરેક અભિનંદનને પાત્ર છે. સો વર્ષની યાત્રાનો અર્થ છે કે તમે ભારતના આઝાદી આંદોલન અને આઝાદી પછી જોયું છે.

પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાં જ્યારે અર્થવ્યવસ્થા નષ્ટ થઈ રહી હતી ત્યારે તેને સંભાળનારા લોકો તમાશો જોઈ રહ્યાં હતા. વડાપ્રધાને કહ્યું કે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની વાત અચાનક આવી ન હતી પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં દેશ મજબૂત બન્યો તે આધારે આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. 5-6 વર્ષ પહેલાં આપણી અર્થવ્યવસ્થા ડિઝાસ્ટર તરફ વધી રહી હતી પરંતુ અમારી સરકારે તેને રોક્યા.

પીએમ મોદીએ યુપીએ શાસનકાળમાં જીડીપી ઘટી રહ્યો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે પહેલાંની સરકારમાં જીડીપીનો વિકાસ દર 3.5 ટકાએ પહોંચી ગયો હતો આ ઉપરાંત વડાપ્રધાને ફિસ્કલ ડિફિસિટ, મોંઘવારી દર સહિતના આંકડાઓનો પણ ઉલ્લેખ કર્યો.

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે દેશની બેકિંગ સાથે જોડાયેલા લોકો, કોર્પોરેટ જગતના લોકોને વિશ્વાસ અપાવું છું કે જે જૂની નબળાઈ હતી તેના પર ઘણી હદે કાબૂ મેળવવામા આવ્યો છે ત્યારે ખુલીને નિર્ણય લોક, રોકાણ કરો, ખર્ચ કરો. સાથે જ 13 જેટલી બેંક નફા તરફ પરત ફરી છે, તે 6 બેંક પીસીએમાંથી પણ બહાર નીકળી છે તેમ જણાવ્યું. આ ઉપરાંત બેંકના એકીકરણને પણ તેજ કરવામાં આવ્યા અને દેશવ્યાપી નેટવર્ક વધ્યું છે તેમ વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.

READ ALSO

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!