GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કિર્ગીસ્તાન પહોંચતાં મોદીએ કર્યો રૂપાણીને ફોન , ગુજરાતને આ છે ફાયદો

વડાપ્રધાન  મોદીએ પોતાના વતનની સંભવિત કુદરતી આપદા પ્રત્યેની ચિંતા અને સંવેદના પ્રગટ કરી હતી. SCO સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા વડાપ્રધાન મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાની સાથે જ વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રાજ્યમાં આવી રહેલા સંભવિત “વાયુ” વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને વિગતો મેળવી હતી.

ગુજરાતના પ્રજાજનો માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાયની ખાતરી પણ આપી હતી. વાવાઝોડાની આફતને પહોંચી વળવાની તંત્રની સજ્જતા અને હાથ ધરાયેલા આગોતરા આયોજનથી પીએમને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુજરાતીમાં કહેવત છે કે દુકાળમાં અધિક માસ. આવી જ સ્થિતિ વાયુ વાવાઝોડાએ સર્જી છે. એક તો ચોમાસુ પહેલાથી જ આઠથી 10 દિવસ મોડું ચાલી રહ્યું હતુ. તેમાં વાયુ વાવાઝોડાના કારણે ચોમાસામાં હજુ પણ વિલંબની શક્યતા છે.. હવામાન વૈજ્ઞાનિકોને ચિંતા છે કે વાયુ વાવાઝોડાના હાલમાં ભલે કેટલાક રાજ્યોમાં સારો વરસાદ વરસે છે. પરંતુ તેના દુષ્પ્રભાવના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાના આગમનની ઇન્તેજારી વધી જશે. હવામાન વૈજ્ઞાનિકો મુજબ ચોમાસા દરમિયાન વાવાઝોડુ હંમેશા નુકસાન પહોંચાડતું આવ્યું છે. અગાઉ પણ આવું અનેક વખત બની ચુક્યું છે. ચોમાસા પહેલા જ્યારે જ્યારે પણ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું ત્યારે ચોમાસાની ચાલને પ્રતિકૂળ અસર પહોંચી છે.

વાવાઝોડા બાદ નવી વરસાદી સિસ્ટમ રચાવવામાં સમય લાગી શકે છે. જેથી ચોમાસાને આગળ વધવામાં વિલંબ થઇ શકે છે.. જ્યાં સુધી અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ નહીં સર્જાય ત્યાં સુધી ચોમાસાને આગળ વધવામાં બળ નહીં મળે. આમ મધ્ય અને ઉત્તર ભારતના લોકોએ સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે. જો અરબી સમુદ્રના બદલે આ વાવાઝોડું હિંદ મહાસાગરમાં સર્જાયું હોત તો ચોમાસાને આગળ વધવામાં મદદરૂપ સાબિત થઇ શક્યું હોત. પરંતું વાવાઝોડુ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારા નજીક સર્જાતા મૌસમી પવનને આગળ વધવામાં અવરોધરૂપ સાબિત થઇ શકે છે.

Read Also

Related posts

હૈવાનિયતની હદ વટાવી: ક્વોરન્ટીન થયેલા 14 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આરોપીનો નથી કોઈ પત્તો

Pravin Makwana

સુરતમાં પાન મસાલાની દુકાનો બાદ હવે ખાણીપીણીની લારીઓ પર તવાઈ, આ વિસ્તારમાં 7 દિવસનો લાગ્યો પ્રતિબંધ

Ankita Trada

મેઘ મહેર: વરસાદી માહોલ વચ્ચે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ ફંટાઈ, આવતી કાલથી વરસાદનું ઘટશે જોર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!