GSTV
India News ટોપ સ્ટોરી

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટના હ્રદયદ્રાવક છે. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય. બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે: પીએમ મોદી”

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પૌડી જિલ્લામાં લગ્ન પ્રસંગ માટે ૪૦થી વધુ લોકોને લઇને જઇ રહેલી બસ ખીણમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં 25ના કરૂણ મોત નિપજ્યા છે.

જાનૈયાઓને લઇને જઇ રહેલી બસે અચાનક કાબુ ગુમાવી દીધો હતો. બસ હરિદ્વાર જિલ્લાના લાલઢાંગથી પૌડીના બીરોંખાલ ગામ તરફ જઇ રહી હતી. એવા દાવા થઇ રહ્યા છે કે ખાઇ આશરે ૫૦૦ મીટર ઉંડી હોઇ શકે છે. એસડીઆરએફની ટીમને પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે રવાના કરવામાં આવી છે. આ ઘટના આશરે આઠ વાગ્યે ઘટી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે રેસ્ક્યૂ ઓપરેશન માટે ટીમોને રવાના કરી દેવામાં આવી છે. પ્રાર્થના કરીએ કે બધા જ લોકો સુરક્ષીત હોય અને કોઇ જાનહાની ના થઇ હોય. સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ પીડિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માતમાં 25ના મોત થયા છે.

READ ALSO

Related posts

ટનલમાં જિંદગી મોત વચ્ચે શ્રમિકો લડી રહ્યા હતા લડાઈ, ત્યારે શું થયું હતું પીએમઓની બેઠકમાં?

HARSHAD PATEL

આતંકી હુમલો કરનારા હમાસ સંગઠન પર ભારત પ્રતિબંધ મૂકે, ઈઝરાયેલ રાજદૂતે કરી આ માગ

HARSHAD PATEL

Cyclone Michaung: બંગાળની ખાડી સાથે ટરકાશે ‘માઈચૌંગ’, 80 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવનઃ IMDની ચેતવણી

HARSHAD PATEL
GSTV