GSTV

ચૂંટણી પંચે પહેલી નોટિસ ફટકારી તો સાધ્વી પ્રજ્ઞાએ બીજુ વિવાદિત નિવેદન આપી દીધું

Last Updated on April 22, 2019 by Mayur

વિસ્ફોટના આરોપી અને જામીન પર છુટેલા ભાજપના લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે વધુ એક નિવેદન આપી વિવાદ જગાવ્યો છે. હાલ બાબરી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે એવામાં પ્રજ્ઞા ઠાકુરે આ વિવાદ અંગે નિવેદન કર્યુ હતું અને જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ તોડવામાં હું પણ સામેલ હતી અને તેનું મને ગૌરવ છે. સાથે સાધ્વીએ દાવો કર્યો હતો કે અમે આ સ્થળે રામ મંદિર બનાવીને જ રહીશું.

બીજી તરફ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી પંચે સતત બીજી નોટિસ ફટકારીને આ નિવેદન બદલ જવાબ માગ્યો છે. ચૂંટણી પંચે પ્રજ્ઞાના નિવેદનની નોંધ લઇને જણાવ્યું હતું કે તેમણે બે કોમ કે જાતી વચ્ચે ઘર્ષણ થાય તે પ્રકારનું ઉશ્કેરણી જનક નિવેદન આપ્યું છે તે સ્પષ્ટ થાય છે. આ પહેલા પણ હેમંત કરકરે અંગે નિવેદન કરીને વિવાદ જગાવ્યો હતો ત્યારે પણ ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. આ સ્થિતિ વચ્ચે હવે ફરી નોટીસ ફટકારી છે સાથે દરેક પક્ષોને કહ્યું છે કે આ પ્રકારના ભડકાઉ નિવેદનોથી પોતાના પક્ષો અને નેતાઓને દુર રાખવામાં આવે.

પ્રજ્ઞાએ અગાઉ જણાવ્યું હતું કે હું ઇશ્વરનો આભાર માનુ છુ કે તેણે મને મસ્જિદ પર ચડી જઇને તેને તોડવાની તાકાત આપી, અમે જે કર્યું તેનુ અમને ગૌરવ છે, દેશ પર લાગેલા ડાઘને અમે દુર કર્યો હતો તેવો દાવો સાધ્વીએ કર્યો હતો. સાધ્વી પ્રજ્ઞા બ્લાસ્ટના આરોપી છે અને હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા, જે સાથ જ તેમને ભાજપની ભોપાલ બેઠક પરથી ટિકિટ મળી ગઇ હતી. પ્રજ્ઞા ઠાકુરે છુટતા જ મુંબઇ હુમલામાં શહીદ થયેલા ઓફિસર હેમંત કરકરેનું અપમાન કરતુ નિવેદન કર્યું હતું. ત્યારે હવે હિંદુત્વ કાર્ડ ખેલ્યું છે અને ફરી બાબરી મસ્જિદ અને રામ મંદિરનો મુદ્દો ચગાવ્યો હતો.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!