સરકાર તરફથી FAME-II સ્કીમમાં બદલાવો બાદ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીઓએ ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. દેશની લીડીંગ ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ TVS Motors, Ather Energyએ પોતાના ઇ-સ્કૂટરના ભાવ ઘટાડ્યા છે. Ampereએ પણ પોતાના બે સ્કૂટર્સના ભાવ ઘટાડ્યા છે. સરકારના આ પગલાનો સીધો ફાયદો તે ગ્રાહકોને મળશે જે નવુ ઇલેક્ટ્રોનિક ટુ-વ્હીલર ખરીદવા માગે છે.
FAME-IIમાં સરકારે વધારી સબસિડી
કેન્દ્ર સરકારે FAME-II (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India) યોજના અંતર્ગત ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર્સ માટે સબસિડીને પ્રતિ વ્હીકલ 10 હજાર રૂપિયા પ્રતિ KWHથી વધારીને 15 હજાર રૂપિયા પ્રતિ KWH કરી દીધું છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ઇંસેંટિવને વાહનોના ખર્ચના 40 ટકા સુધી કરી દેવામાં આવ્યું છે, જે પહેલા 20 ટકા હતું.
TVS Motor iQubeના ભાવ ઘટ્યા

FAME-IIમાં મળેલી સબસિડી બાદ TVS Motor એ iQube ઇલેક્ટ્રિક સ્કૂટરના ભાવ ઘટાડ્યાં છે. કંપનીએ સ્કૂટરની કિેંમતોમાં સીધો 11,250 રૂપિયાનો ઘટાડો કર્યો છે. iQubeનાં લેટેસ્ટ વર્ઝનની કિંમત દિલ્હીમાં 1,00,777 રૂપિયા અને બેંગલોરમાં 1,10,506 રૂપિયા છે. જેની કિંમત દિલ્હીમાં પહેલા 1,12,027 રૂપિયા હતી અને બેંગલોરમાં 1,21,756 રૂપિયા હતી. આ બંનેની કિંમતો ઇ-સ્કૂટરની ઓનરોડ છે.
Ather 450X પણ સસ્તુ

બેંગલોરની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની Ather એનર્જીએ પોતાના સ્કૂટર Ather 450X ના ભાવ ઘટાડી દીધાં છે. કંપનીએ તેના પર આશરે 14,500 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે દિલ્હીમાં તેની કિંમત 1,32,426 રૂપિયા થઇ ગઇ છે. આ જ રીતે 450 Plus ની બેંગલોરમાં એક્સ શૉરૂમ કિંમત 1,25,490 રૂપિયા છે, જ્યારે દિલ્હીમાં હવે તેની કિંમત ઘટીને 1,33,416 રૂપિયા થઇ ગઇ છે.
Okinawa Autotech એ ઘટાડ્યા ભાવ

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી કંપની Okinawa Autotechએ જણાવ્યું કે, તેણે પોતાના પૂરા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જ કપાત કરી છે. કંપનીએ ઇ-સ્કૂટર્સની કિંમતોમાં 7,209થી લઇને 17,892 રૂપિયાની કપાત કરી છે. આ કપાત તાજેતરમાં જ FAME II પોલીસી બાદ કરવામાં આવી છે. કંપનીના Praise+ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હવે 99,708 રૂપિયા છે, જે પહેલા 1,17,600 રૂપિયા હતી. જ્યારે Praise Pro ની નવી કિંમત ઘટીને 76,848 રૂપિયા થઇ ગઇ છે, જે પહેલા 84,795 રૂપિયામાં વેચાઇ રહી હતી. એટલે કે 7,947 રૂપિયાની કપાત કરવામાં આવી છે.
Magnus અને Zeal ના ભાવ પણ ઘટ્યા

Ampere એ પણ પોતાના બે સ્કૂટર Magnus અને Zeal ના ભાવ 9 હજાર રૂપિયા સુધી ઘટાડ્યાં છે. Ampere Zealની દિલ્હીમાં નવી એક્સ શૉરૂમ કિંમત 59,990 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે Magnus ની નવી કિંમત 65,990 રૂપિયા થઇ ગઇ છે. આ કિંમત ફક્ત 30 જૂન સુધી માટે છે અને આવનારા સમયમાં તેમાં બદલાવ થઇ શકે છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં Magnus 84 કિલોમીટર અને Zeal 87 કિલોમીટરની રેન્જ આપશે.
Read Also
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો