GSTV

સસ્તા ઘઉંની લાલચ ના રાખતા, જલદી ઘરમાં ભરી લેજો : ખેતી કરનાર ખેડૂતોને થશે બખ્ખાં

ઘઉં બજારમાં હાલ ઘરઆંગણે તથા દરિયાપારથી ઓછા પાક પુરવઠાના નિર્દેશો વહેતા થયા છે.  ઘરઆંગણે  હવે પછી ટૂંકમાં શરૂ થનારા ૨૦૧૯ના નવા વર્ષમાં પાકમાં પીછેહઠ જોવા મળશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે ત્યારે દરિયાપારથી આવેલા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયામાં  પણ ઘઉંનો પાક ઓછો અંદાજાયો છે.

નવા પાકનો અંદાજ આશરે  ૧૦થી ૧૧ ટકા જેટલો નીચો મૂકાયો

તાજેતરમાં ત્યાં ઘઉંના નવા પાકનો અંદાજ આશરે  ૧૦થી ૧૧ ટકા જેટલો નીચો મૂકાયો છે અને આવા સંજોગોમાં ત્યાં ઘઉંનો પાક ઘટીને દાયકાના નવા નીચા તળિયે ઉતરી જવાની ભીતિ વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા છે. ત્યાં દુકાળ જેવી પરિસ્થિતિ તાજેતરમાં સર્જાઈ છે.  ત્યાં ખાસ કરીને પૂર્વ તરફના કાંઠા વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ પ્રવર્તતી રહી છે અને તેના પગલે ઘઉંના પાકનો અંદાજ નોંધપાત્ર ઘટાડવામાં આવ્યો છે.  વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન કરતા વિવિધ દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા ચોથા ક્રમાંકે આવે છે અને ત્યાં પાક ઓછો આવશે તો તેટલા પ્રમાણમાં નવા વર્ષમાં વિશ્વ બજારમાં આવતો ઘઉંનો પુરવઠો ઓછો આવશે તથા તેની અસર વૈશ્વિક ભાવો પર જોવા મળશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા છે.

ઘણા રાજ્યોમાં વરસાદ અપેક્ષાથી ઓછો

દરમિયાન, ભારતમાં ૨૦૧૮ના વર્ષમાં ઘઉંનું રકોર્ડ ઉત્પાદન થયા પછી હવે ૨૦૧૯ના  નવા વર્ષમાં ઘરઆંગણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ  બતાવાતો થયો છે.  આ વર્ષે દેશમાં વરસાદની ચાલ અનિયમિત રહી હતી તથા ઘણા રાજ્યોમાં વરસાદ અપેક્ષાથી ઓછો થયો છે. આ વર્ષે દેશમાં વરસાદની ચાલ અનિયમિત રહી હતી તથા ઘણા રાજ્યોમાં વરસાદ અપેક્ષાથી ઓછો થયો છે.

પાકનો નવો અંદાજ ૧૬૯થી ૧૭૦ લાખ ટનનો બહાર  પડ્યો

જમીનમાં પાણીનો સંગ્રહ પણ ઓછો થયો છે જેની અસર રવિ પાક પર પડવાની ગણતરી જાણકારો  બતાવી રહ્યા છે. દરમિયાન દરિયાપારથી મળી રહેલા સમાચાર મુજબ  ઓસ્ટ્રેલિયામાં ઘઉંનું ઉત્પાદન ૨૦૧૮-૧૯ની મોસમમાં આશરે ૧૬૯થી ૧૭૦ લાખ ટન આસપાસ થવાની શક્યતા બતાવાઈ રહી છે. આ અંદાજ ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ રિસર્ચ ઈકોનોમિકસ એન્ડ સાયન્સીસ દ્વારા બતાવાઈ રહ્યો છે.  આ પૂર્વે આ પાકનો પ્રથમ અંદાજ જે સપ્ટેમ્બર મહિનામાં બહાર પડયો હતો તે અંદાજ ૧૯૧ લાખ ટન જેટલો રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી હવે તાજેતરમાં બહાર પડેલો પાકનો નવો અંદાજ ૧૬૯થી ૧૭૦ લાખ ટનનો બહાર પડતાં વૈશ્વિક ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા છે ત્યાં ૨૦૦૮માં ઘઉંનો સૌથી ઓછો પાક ૧૩૬ લાખ ટન જેટલો ઉતર્યો હતો અન ેત્યાર પછીના ગાળામાં હવે  ૨૦૧૮-૧૯ના પાકનો અંદાજ ખાસ્સો નીચો ઉતર્યો  છે. 

 ભારતમાં પણ જો પાકમાં પીછેહઠ થશે તો વિશ્વ બજારમાં તેજી આવશે

ઓસ્ટ્રેલિયામાં ઘઉંનો પાક ઘટશે તથા ત્યાંથી દરિયાપાર નિકાસ ઓછી થશે એવી ગણતરી વચ્ચે તાજેતરમાં વિશ્વ બજારમાં ઘઉંના ભાવ ઝડપી વધી  બે મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા છે. આવા સંજોગોમાં હવે પછી ભારતમાં પણ જો પાકમાં પીછેહઠ થશે તો વિશ્વ બજારમાં ભાવમાં ખાસ્સી તેજી આવે તેવી ભીતિ બજારમાં બતાવાતી થઈ છે. ઓસ્ટ્રેલિયામાં સામાન્ય પણે ઘઉંનું જેટલુ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે બેતૃતીયાંશ જથ્થો ઓસ્ટ્રેલિયા દ્વારા વિશ્વ બજારમાં  નિકાસ કરવામાં આવે છે. હવે આગળ ઉપરક ઓસ્ટ્રેલિયાથી ઓછા ઘઉં વિશ્વ બજારમાં આવવાની શક્યતા છે.

ભારતે આયાત જકાત ઘટાડવી પડશે? 

ઓસ્ટ્રેલિયાથી ઘઉની નિકાસ મોટાભાગે ઈન્ડોનેશિયા ખાતે વિશેષ થાય છે. હવે પછી ઓસ્ટ્રેલિયાના ઘઉં ઓછા આવશે તો ઈન્ડોનેશિયાએ અન્ય ઘઉં ઉત્પાદક દેશો  તરફ નજર  દોડાવવી પડશે. દરમિયાન, ઘઉં ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતનો ક્રમાંક વિશ્વમાં  બીજા ક્રમાંકે  આવે છે.  આવા માહોલમાં  બજારભાવ ઉંચા જવાની શક્યતા છે. દેશમાં આયાત વધારવી પડે એવી પરિસ્થિતિ શું ઊભી થશે? એવો પ્રશ્ન પણ પુછાતો થયો છે. અને જો આવી પરિસ્થિતિ ઉભી થશે તો ભારતે આયાત જકાત ઘટાડવી પડશે? એવો પ્રશ્ન પણ જાણકારોમાં પૂછાતો થયો છે.

માર્ચમાં નવા ઘઉં બજારમાં અાવશે

મધ્ય-પ્રદેશના શિહોર ખાતેના એક ખેડૂતના જણાવ્યા મુજબ પાણીની ટંચાઈના પગલે ઘઉંના વાવેતરનો વિસ્તાર ઘટાડી ચણાનું વાવેતર કરવાની પણ ફરજ પડી છે. ચણા કરતાં ઘઉંના પાક માટે પાણીની આવશ્યકતા વિશેષ રહે છે. ભારતમાં મધ્ય-પ્રદેશ તથા ઉત્તર-પ્રદેશમાં ઘઉંનો પાક વિશેષ થાય છે. ગુજરાતમાં પણ નોંધપાત્ર  પ્રમાણમાં ઘઉં પાકે છે. દેશમાં નવા ઘઉં બજારમાં  માર્ચ મહિનામાં  આવે છે.  આ વર્ષે દેશમાં ઘઉંના વાવેતરનો વિસ્તાર નવેમ્બર અંત સુધીના ગાળામાં ઘટીને ૧૫૩ લાખ હેકટર્સમાં થયો છે જે પાછલા વર્ષે આ ગાળામાં ૧૫૭ લાખ હેકટર્સમાં  થયો હતો.  જોકે સરકાર પાસે ઘઉંનો જથ્થો ૩૩૧થી ૩૩૨ લાખ ટન જેટલો પડયો છે.

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!